પ્રાપ્ત વિગતો મુજબ ધર્મેન્દ્ર ડાભી નામના વકીલ દ્વારા ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા વિરોધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના એક ફરિયાદ આપવામાં આવી છે કે આજે કોર્ટની ઉલટ તપાસ દરમિયાન સામેવાળાના વકીલ અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમની ઉપર ચાલુ કોર્ટે હુમલો કરાયો અને બે થપાટ મારતા તેમને ડાબા કાનમાં સાંભળવાનું બંધ થઈ ગયું હતુ.
અહી આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ડાભી ભાવનગર બાર કાઉન્સિલ ના પૂર્વ પ્રમુખ છે , જ્યારે અનિરુદ્ધસિંહ ઝાલા ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલ ના સભ્ય છે . સત્તાનો દુરુપયોગ કરી ચાલુ કોર્ટે કે જ્યાં સીસીટીવી કેમેરા હોતા હોય છે અને જજ ની સામે અનીરુધસિંહ ઝાલાએ બે લાફા ઝીંકી દીધા હતા .