ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં જાતીય શોષણ, દુષ્કર્મ , ભેદભાવ , હોમોફોબિયા જેવી અતિ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા શુઓમોટો ની અરજી માં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ની રચના કર્યા બાદ આ કમિટીએ ખૂબ જ ચોકાવનારા ખુલાસાઓ શીલ બંધ કવર દ્વારા માનનીય હાઇકોર્ટને સુપરત કર્યા. જેમા ઘણા ચોકાવનારા કિસ્સાઓ સામે આવ્યા. જેમાં જાતીય શોષણ, ભેદભાવ, હોમો ફોબિયા જેવા વિષયો ધ્યાનમાં આવ્યા. આ એ જ વિધાર્થી ઓ છે કે જે, ભવિષ્યમાં લોકોના ન્યાય માટે લડવાના છે. અને જો તેજ વિદ્યાર્થીઓનો જ અવાજ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી ના રજીસ્ટાર દ્વારા પણ યુનિવર્સિટી કોઈપણ પ્રકારની ઘટના બની નથી, તેનું સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. તે રજીસ્ટાર સામે પણ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા અને થઈ રહેલા શોષણમાં સાથ આપવા બદલ તેમના પર પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવવી અનિવાર્ય છે.
જો યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધારી વ્યક્તિઓ જ જો આ રીતનું વર્તન કરશે તો તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું કોઈ સાંભળવા વાળું છે જ નહીં, યુનિવર્સિટી ની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે નેશનલ યુનિવર્સિટીમાં બની રહી હોય ત્યારે યુનિવર્સિટીની સુરક્ષા માટેની ટીમ ક્યાં હોય છે? તે પણ એક મોટો પ્રશ્ન છે. સમગ્ર યુનિવર્સિટી પ્રશાસન પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે.
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભાઈ ભટ્ટ જણાવે છે કે, ” લો યુનિવર્સિટીમાં જ કાયદાઓનું ઉલ્લંઘન, અને તેમાં પણ લૉ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જ ગેરકાનુની પ્રવૃત્તિઓ પર પડદો નાખવાની વૃત્તિ એ ખૂબ જ નિંદનીય અને તે સત્તાધીશો માટે શરમજનક છે. આ સમગ્ર ઘટનામાં કોર્ટને વચ્ચે પડીને કમિટી બનાવી પડી, જેથી સાબિત થાય છે કે પોલીસ પ્રશાસનને પણ દબાવમાં આવીને ત્યારબાદ જ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માને છે કે મહિલાનીઓની સુરક્ષા ઉપર કોઈપણ પ્રકારના આંખ આડા કાન કે સમાધાનની જગ્યા નથી. આ સમગ્ર વિષયમાં સરકારશ્રી દ્વારા પણ ધ્યાન આપી ચોક્કસ પગલાં લેવામાં આવે. અને જે પણ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ નેશનલ યુનિવર્સિટીઓમાં થઈ રહી છે તેને ત્વરિત ધોરણે અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે.”