ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને નગરપાલિકા તંત્રએ બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગ પર સ્થાનિકોએ કરેલા દબાણોને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હટાવવામાં આવ્યા છે, જેસીબી મશીન મારફતે દુકાનદારોએ આગળ વધારેલા છજા અને બોર્ડને ખસેડી દેવામાં આવ્યા છે.
ડાકોરમાં ફાગણી પૂનમે આવી રહેલા પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે નગરપાલિકાએ ડાકોરમાં બસ સ્ટેન્ડથી મંદિર તરફના માર્ગ પર ગુરુવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા વિભાગે કાચા પાકા દબાણો દૂર કર્યા છે. સ્થાનિકોએ કરેલા દબાણો જેમાં દુકાનદારોએ આગળ વધારેલા છજા, બોર્ડને દબાણ તડે ખસેડી દેવામાં આવ્યા છે અને માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો છે, આ ઉપરાંત લારીઓ વાળાને પણ ખસેડ્યા છે.