Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી “સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ” થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સફાઈ કામદારો, શાળાના બાળકો સહિત પ્રબુદ્ધ નાગરિકોએ સાથે મળીને જુના ડુંમરાલ રોડ, બાર આંબલી કેનાલ પાસે અને ઇન્દિરા નગર વોર્ડ નંબર ૧૨ ખાતે સફાઈ પ્રવૃત્તિઓ કરી પ્લાસ્ટિક કચરો, જાડી ઝાંખરા અને અન્ય ઘન પ્રવાહી કચરાનો નિકાલ કર્યો હતો.

આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વર્તમાન પત્રોના માધ્યમથી નગરપાલિકા અને શહેરજનોની સ્વચ્છતા બાબતેની ફરજો વિશે લોકજાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે કચરાના યોગ્ય નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની પ્રક્રિયાને વેગવંતી બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા જાળવણીના કાર્યને ધર્મતુલ્ય સમજી આ પ્રવૃત્તિમાં અગ્રેસર જોડાવા ધારાસભ્યએ નગરજનોને અપીલ કરી હતી. ઉપરાંત જિલ્લા કલેકટરએ સમગ્ર સફાઈ અભિયાન દરમિયાન દરરોજ પ્લાન મુજબ સફાઈની કામગીરી કરવા અને રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવ, નડિયાદ પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, વહીવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.