Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિ- પાંખીયા જંગમાં ભાજપ દ્વારા જનસંપર્ક પુરજોશમાં યથાવત્

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિ- પાંખીયા જંગમાં ભાજપ દ્વારા જનસંપર્ક પુરજોશમાં યથાવત્

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ હોઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો ત્રિ- પાંખિયો જંગ જામ્યો છે, જોકે વિધાનસભા ક્ષેત્રના મતદારોને રીઝવવા જન સંપર્ક મારફતે ઉમેદવારો એડી ચોંટીનુ જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની વાવ વિધાનસભા ક્ષેત્રમાં જનસંપર્ક મિટિંગો યોજાઈ રહી છે. જનસંપર્ક દરમિયાન ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે ૧૩મીએ કમળના નિશાન પર બટન દબાવી વિજયના વરઘોડામાં સહભાગી થવા અપેક્ષા વ્યક્ત કરવાની સાથે સાથે આ વખતે કમળને જીતાડો તો કોઈ કામ અટકવા નહીં દઉં તેવો મુખ્યમંત્રીએ આપણે સૌને ભરોસો આપ્યો હોવાનુ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે‌ લોકોને જણાવી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી સહિતના વિકાસના કામો કરવા માટે ભાજપને જીતાડવા આહ્વાન કરાયું હતું.

 

 

 

રિપોર્ટર-અરવિંદ પૂરોહિત (વાવ)

Filed under Banaskantha Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.