લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ચતુર્ભુજ’ પ્રારંભ થયો. આ પ્રસંગે લીંબડી અને નિમ્બાર્ક સંપ્રદાય તેમજ અગાઉની કથાઓની પ્રસન્નતા મોરારિબાપુએ વ્યક્ત કરી હતી અને કથા મહાત્મ્ય વર્ણન કર્યું.
છોટે કાશી એવા લીંબડી તીર્થમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ , મોટા મંદિર મહંત લલિતકિશોરશરણજી મહારાજના નેતૃત્વ અને સંતો મહંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે શ્રી રામકથા પ્રારંભે ભાવ ઉત્સાહ સાથે પોથીયાત્રા કથામંડપ પહોંચી હતી અને રામકથા પ્રારંભ થયો છે. અહી કથાના પ્રારંભિક સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યા છે.
કથા પ્રારંભે અર્ધનામસાહેબ મહારાજ, દુર્ગાદાસજી મહારાજ, કણીરામજી મહારાજ, શિવરામસાહેબ મહારાજ, નિર્મળાબા, સહિત સંતો મહંતો સાથે રાજવી પરિવારના જયેન્દ્રસિંહ ઝાલા અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી. અહી કિરીટસિંહ રાણા, બીપીનભાઈ ખાંધલા સાથે યજમાન પરિવાર દ્વારા સૌને આવકારવામાં આવ્યા.
રામેશ્વરબાપુ હરિયાણીના સંકલન સંચાલન સાથે અહી વિવિધ ઉપકરણોનો લાભ મળનાર છે.