નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર ૫. પૂ. જગતગુરા શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું. પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનદેવાચાર્યજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃતભારતી સંગઠન દ્વારા ચાલી રહ્યા પ્રયત્નો માટે પ્રશંસા વ્યક્ત કરી. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારત દેશની સંસ્કૃતિની રક્ષા સંસ્કૃત વગર ન થઈ શકે અને માત્ર દસ દિવસના શિબિરમાં સરળ માધ્યમથી સંસ્કૃત શીખવાડવાનું અદ્વિતીય કાર્ય સંસ્કૃત ભારતી કરી રહી છે.
મુખ્ય વક્તા સંસ્કૃત ભારતી અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી જયપ્રકાશ ગૌતમ મહોદયે ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાચો સંસ્કૃત ભાષા છે, ભારતીય જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિને નુકશાન કરવા આ જ્ઞાન સંસ્કૃતિ જે પાત્રમાં સંગ્રહિત છે તે પાત્ર સંસ્કૃતને તોડવા વિવિધ વિમર્શ ઊભા કરવામાં આવે છે, માટે આપડે જાગૃત બની તે પાત્રનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવવી પડશે ત્યારે જ આપણું સ્વનું તંત્ર સ્થાપિત કરી શકાશે, આ પ્રસંગે પ્રાંત અધ્યક્ષ ડૉ. કૃષ્ણ પ્રસાદ નિરોલા મહોદય દ્વારા આભાર વ્યક્ત કરેલ.
સંસ્કૃત ભારતી પોતાની વિશિષ્ટ શૈલી દ્વારા સંસ્કૃત સંભાષણના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં દસ કરોડથી વધારે લોકોને સંસ્કૃત સંભાષણ કરાવ્યું છે અને એક લાખથી વધારે પ્રશિક્ષિત સંસ્કૃત શિક્ષકો સંસ્કૃત સંભાષણના કાર્યને ગતિ આપી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 5000થી વધારે સંસ્કૃતગૃહમ્ છે, ત્યાં પરિવારના દરેક સભ્ય સંસ્કૃતમાં વાત કરી શકે છે. અત્યારે ૨૬ દેશોમાં ૪૫૦૦થી વધારે સંસ્કૃત ભારતીનાં કેન્દ્રો ચાલી રહ્યા છે તેમજ ત્યાં સરળ અને મનોરંજન માધ્યમોથી સંસ્કૃત બોલવાનું શીખવાડવામાં આવે છે.
ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનમાં સંસ્કૃત ભાષાના વિકાસ માટે ચર્ચા-વિચારણા કરીને આગામી ત્રણ વર્ષોની યોજનાઓ સુનિશ્ચિત કરવા ગુર્જર પ્રાંતમાંથી ૭ વિભાગો અને ૨૨ જિલ્લામાથી ૩૨૯ કાર્યકરો એકત્રિત થઈને આગામી બે દિવસ ચિંતન કરશે.
ઉદઘાટન સમારંભમાં સંમેલન સ્વાગત સમિતિના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ આર કે જવેલર્સ વિસનગર, સ્વાગત સમિતિ ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ ગાંધીનગર મેટ્રો દૈનિક, સંસ્કૃત ભારતી ગુજરાત ન્યાસના ન્યાસી વલ્લભભાઈ રામાણી તેમજ ડૉ. કે.એસ પુરોહીતજી તેમજ પ્રેરણા પીઠના ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિતિ રહેલ
જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પ્રાત મંત્રી, સંસ્કૃતભારતી, ગૂર્જર પ્રાત
મો-9427330477