નાણાકીય સંકટોમાંથી બહાર આવવા દુનિયાભરના દેશો ગોલ્ડ રિઝર્વ એટલે કે સુવર્ણ ભંડાર રાખે છે. તેની આર્થિક સ્થિરતામાં મહત્ત્વની ભૂમિકા છે. તેના કારણે પ્રત્યેક દેશ પોતાના ગોલ્ડ રિઝર્વમાં વૃદ્ધિ કરવાનો પ્રયાસ કરે છે. ફોર્બ્સ મુજબ ભારત સાઉદી અરબ અને
બ્રિટનને પાછળ છોડતા ગોલ્ડ રિઝર્વ લિસ્ટમાં 9મા સ્થાને આવી ગયું છે. ભારત પાસે વર્તમાનમાં 800.7 ટન ગોલ્ડ રિઝર્વ છે. ત્યારે. સાઉદી અરબ 323 ટન ગોલ્ડ રિઝર્વ સાથે 16મા સ્થાને અને બ્રિટન 310.2 ટન ગોલ્ડ રિઝર્વ સાથે 17મા સ્થાને છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બર-ડિસેમ્બર 2023ના આંકડાના આધારે ફોર્બ્સે ગોલ્ડ રિઝર્વ રાખનારા ટોચના દેશોનું લિસ્ટ જારી કર્યું છે.