1970ની 27મી સપ્ટેમ્બરે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 10 વર્ષ બાદ 1980માં વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસ્થાએ આ દિવસને તેના સ્થાપના દિવસ એટલે કે 27મી સપ્ટેમ્બરે જ ઉજવવાનું શરૂ કર્યું અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માટે વિશ્વ પ્રવાસન દિવસની થીમ ટુરિઝમ એન્ડ પીસ એટલે કે પર્યટન અને શાંતિ છે.
ભારતમાં પણ પ્રવાસન માટે અપાર સંભાવનાઓ છે. હવે તેમને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં સ્વદેશી ચીજવસ્તુઓના બ્રાન્ડિંગની દરેક બાબતોનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં ભારતની સકારાત્મક છબીને કારણે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં મદદ કરી રહી છે. આ જ કારણ છે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારત રેકોર્ડ બનાવી રહ્યું છે. લોકસભામાં જાહેર કરાયેલા આંકડા મુજબ વર્ષ 2023માં ભારતમાં લગભગ 1 કરોડ અને 92 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તો 2022ની વાત કરવામાં આવે તો 85 લાખ 87 હજાર અને 2021માં 10 લાખ અને 54 હજાર વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.
ટુરિઝમ એક ઉદ્યોગના રુપમાં સ્થાપિત થઈ ચૂક્યું છે
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ટુરિઝમ પર વધુ ભાર મુક્યો છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓને આર્કષવા માટે ઘણા મોટા પગલા લીધા છે. વર્લ્ડ ટુરિઝમથી પ્રવાસીઓને જાગરુક કરવામાં આવે છે. વિશ્વમાં ટુરિઝમ એક ઉદ્યોગના રુપમાં સ્થાપિત થઈ ચૂક્યું છે અને ટુરિઝમ રોજગારનું પણ મોટું સાધન છે. આનાથી આર્થિક મદદ તો મળે જ છે, ઉપરાંત ટુરિઝમ સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક, અને આર્થિક સમૃદ્ધિની રાહ પણ ખુલે છે.
સ્વદેશ દર્શન યોજનાની શરુઆત
ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે. તેને સ્વદેશ દર્શન યોજના નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2014-15માં કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં પર્યટનને પ્રોત્સાહન અને વિકાસ કરવાનો છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસનને વિકાસ માટે નાણાકીય સહાય પણ આપે છે. આ ઉપરાંત સ્વદેશ દર્શન યોજનાનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વસ્તરીય બ્રાન્ડ અને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવાનો છે.
પીએમ મોદી વિશ્વના નેતાઓને ભેટ આપે છે
વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન ઘણીવાર એવું જોવા મળે છે કે તેઓ વિશ્વના નેતાઓ માટે દેશમાં બનેલી વસ્તુઓ લઈને જાય છે અને ભેટ તરીકે આપે છે. પીએમ મોદીની તાજેતરની અમેરિકા મુલાકાતમાં આ જોવા મળ્યું હતું. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાયડનને એન્ટિક સિલ્વર હાથથી કોતરેલી ટ્રેનનું મોડેલ અર્પણ કર્યું. તે મહારાષ્ટ્રના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મોડલ 92.5 ટકા સિલ્વરથી બનેલું છે. જેમાં ભારતની ખૂબી અને ઇતિહાસ દર્શાવે છે. સાંસ્કૃતિક રીતે, જમ્મુ અને કાશ્મીરની પ્રખ્યાત પશ્મિના શાલ પણ ભેટ આપવામાં આવી છે.