ભારત પોતાનું પરમાણુ પ્રતિરક્ષા તંત્ર વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે, જેમાં હાઈપરસોનિક સ્પીડ અને વ્યાપક વિનાશક્ષમતા ધરાવતી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ K-6ના વિકસન અને ટેસ્ટિંગની તયારી ઝડપથી ચાલી રહી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી રહેલી K-6 મિસાઈલ બ્રહ્મોસથી પણ અનેક ગણો વધુ ઘાતક અને અત્યાધુનિક મિસાઈલ છે. તેની સૌથી મોટું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેને પરમાણુ સબમરીનમાંથી લૉન્ચ કરી શકાય છે.
K-6 મિસાઈલને ભારતની આગામી પેઢીની S-5 ક્લાસની ન્યુક્લિયર સબમરીનમાં તહેનાત કરવાની યોજના છે, જે હમણા સુધી બનેલી અરિહંત ક્લાસની સબમરીન કરતા ઘણી મોટી અને શક્તિશાળી હશે. K-6 ની લાંબાઈ લગભગ 12 મીટરથી વધુ છે અને વ્યાસ બે મીટરથી પણ મોટો છે. તેની સ્પીડ આશરે 9,200 કિમી પ્રતિ કલાક છે અને તેનું ઓપરેશનલ રેન્જ 8,000 કિલોમીટર સુધી હોવાનું અનુમાન છે, જે તેને ખરા અર્થમાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ ક્ષમતા ધરાવતી મિસાઈલ બનાવે છે.
હાઈપરસોનિક સ્પીડના કારણે K-6 મોટાભાગની એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સને સફળતાપૂર્વક ચકમો આપી શકે છે. જેના કારણે દુશ્મનને એટલી ઝડપથી પ્રતિક્રિયા આપવા માટે સમય જ નહીં મળે. પણ K-6 ની સૌથી મહત્વની ટેકનોલોજી છે – MIRV, એટલે કે Multiple Independently Targetable Re-entry Vehicle. આ ટેકનોલોજી મિસાઈલને એકસાથે અનેક ટાર્ગેટ્સ પર જુદા જુદા વારહેડ્સ સાથે હુમલો કરવાની ક્ષમતા આપે છે. એટલે કે, એક જ મિસાઈલ લૉન્ચ કરીને દુશ્મનના અનેક મહત્ત્વના સ્થાનોને નિશાન બનાવી શકાય છે.
આ મિસાઈલ પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના વારહેડ લઈ જઈ શકે છે, જે તેને વિવિધ પ્રકારના યુદ્ધ પરિપ્રેક્ષ્યો માટે ઉપયોગી બનાવે છે. અત્યાર સુધી ભારતમાં K-4 (રેન્જ ~3,500 કિમી) અને K-5 (રેન્જ ~6,000 કિમી) જેવી સબમરીનથી લોન્ચ થતી મિસાઈલો ઓપરેશનલ છે, પણ K-6 તેમનું અપગ્રેડેડ અને સર્વાધિક વિનાશકારી વર્ઝન છે.
આ પ્રકારની હાઈપરસોનિક અને MIRV ટેક્નોલોજી સાથે સજ્જ મિસાઈલ હજુ સુધી માત્ર અમુક જ દેશો પાસે છે – જેમ કે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે. હવે ભારત પણ આ શ્રેણીમાં સામેલ થવા તૈયાર છે. K-6 ના સફળ પરીક્ષણો પછી ભારત માત્ર પોતાના ન્યુક્લિયર ટ્રીએડને (Land, Air, Sea-based deterrent) સંપૂર્ણ બનાવવા જ નહીં, પણ વૈશ્વિક દૃષ્ટિએ પણ ટેક્નોલોજીકલી અગ્રેસર રાષ્ટ્ર તરીકે પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવશે.
K-6 મિસાઈલ ભારતની રક્ષણ કૌશલ્યની દૃષ્ટિએ એક Game Changer સાબિત થઈ શકે છે – જેનું સમર્થન પણ તાજેતરના ભારતીય રક્ષણ વ્યૂહમાં અવશ્ય જોવા મળે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel