ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન શિબિર પણ યોજાઈ હતી.
સંત ધનાબાપાની ૧૮૦મી પુણ્યતિથિ પ્રસંગે મહંત બાબુરામ ભગતનાં સાનિધ્ય સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં અને દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો.
ધોળાની આ ઐતિહાસિક જગ્યામાં પુણ્યતિથિની આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે રક્તદાન શિબિર યોજાઈ હતી.
શ્રી ધનાબાપા સેવા સંસ્થાનના પ્રમુખ ગણેશભાઈ ખૂંટ સાથે સેવક પરિવારનાં આયોજનમાં આ પુણ્યતિથિ પ્રસંગે ધ્વજારોહણ, બટુકભોજન અને આરતી પૂજનમાં દાતા પરિવાર જોડાયેલ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared