તમિલનાડુના એક ભારતીય વ્યક્તિનું સિંગાપોરમાં કામ કરવા ખચાખચ ભરેલી કંપનીની ગાડીમાં જતા હતા તે દરમિયાન ગાડી પરથી પડી ગયા હતા. આ માટે તેણે નોકરીદાતાઓ સામે કેસ કર્યો હતો. આ કેસમાં નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો જેમાં કંપનીને યોગ્ય વળતર તરીકે એક લાખ સિંગાપોર ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
રામાલિંગમ મુરુગને દાવો દાખલ કર્યો હતો
રામાલિંગમ મુરુગન કંપનીની ગાડીમાં કામ કરવા જતા હતા ત્યારે તે ગાડીમાંથી પડી જતા તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટના 3 જાન્યુઆરી 2021ના રોજ બની હતી. આ અકસ્માતની ઘટના બાદ મુરુગન પાંચ મહિના સુધી કામ કરી શક્યા ન હતા. ત્રણ બાળકોના પિતા મુરુગને રિગેલ મરીન સર્વિસીસ સામે 2022માં વળતર માગીને તેને અને અન્ય કામદારોને અપાયેલી બેદરકારીથી રક્ષણ આપવા માટે દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે તેના પક્ષમાં નિર્ણય આપતા વળતર તરીકે એક લાખ સિંગાપોર ડોલર એટલે કે 60,86,955 ભારતીય રુપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
સિંગાપોરને સસ્તા મજૂરોથી લાભ મળી રહ્યો છે
ભારત, વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનમાંથી લાખો મજૂરો નોકરીની તકો અને સારા પગારને ધ્યાનમાં રાખીને દર વર્ષે સિંગાપોરમાં જાય છે. આ તમામ મજૂરો હોસ્ટેલમાં રહે છે અને તેમને કંપનીની ગાડીઓ દ્વારા કામ પર મોકલવામાં આવે છે. ઘણા મજૂરો સિક્યોરિટી વગર તેમજ ખચોખચ ભરેલી ગાડીમાં જતા હોય છે જેના કારણે માર્ગ અકસ્માતનો ભોગ પણ બને છે.