નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે પણ ભારતની અગ્નિવીર સ્કીમનો નેપાળ વિરોધ કરી રહ્યુ હતુ અને તેવામાં ભારતે આ નિર્ણય લીધા બાદ નેપાળમાં હલચલ મચવી સ્વાભાવિક છે.
ભારતે આ નિર્ણય માટે કોઈ નક્કર કારણ તો નથી આપ્યુ પણ એવુ મનાઈ રહ્યુ છે કે, નેપાળ દ્વારા સંખ્યાબંધ વખત ભારતનો વિરોધ કરવાના કારણે તેમજ ચીન સાથે તેની વધી રહેલી નિકટતાના કારણે ભારતે આ નિર્ણય લીધો છે અને શક્ય છે કે, આ નિર્ણય લઈને ભારત નેપાળને એક સંદેશ પણ આપવા માંગે છે કે, ચીન સાથેની નિકટતા સારી નથી.
આ નિર્ણય બાદ ભારતના નેપાળ સ્થિત રાજદૂત શંકર પ્રસાદ શર્માએ સોમવારે કહ્યુ હતુ કે, નેપાળના ગોરખાઓની ભરતીને રોકવામાં આવી છે.જોકે મામલો અહીંયા સમાપ્ત નથી થતો.બંને દેશની સરકારો વચ્ચે કોઈ ગંભીર વાતચીત નથી થઈ.મને નથી લાગતુ કે આ મામલે અહીંયા પૂર્ણવિરામ મુકાઈ ગયુ હોય.
ઉલ્લેખનીય છે કે, ભારત તો અગ્નિવીર યોજના હેઠળ નેપાળના સૈનિકોની ભરતી કરવા માંગતુ હતુ પણ નેપાળની સરકારે આ યોજનાનો વિરોધ કર્યો હતો.હવે ભારતે જ આ યોજના હેઠળ નેપાળના લોકોની ભરતી નહીં કરવાનુ નક્કી કર્યુ છે.