ખેડા જિલ્લાના કઠલાલ આઈસીડીએસ કચેરી દ્વારા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી.
જેમાં કઠલાલ ઘટકની 189 આગણવાડી કેન્દ્ર પર કઠલાલ સીડીપીઓ દ્વારા યોગના મહત્વ વિશે વાત કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ દ્વારા વિવિધ યોગ-આસન અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.