આ દિવસોમાં IPL 2025 મેગા ઓક્શનને લઇને લોકોમાં ઉત્સાહ છે. દરમિયાન IPL 2025ની શરૂઆતની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. 2025ની સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમાશે. 2026ની સિઝન 14 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 25 મેના રોજ રમાશે. આ સિવાય IPL 2027 ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે, જે 14 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે.
EXCLUSIVE: The IPL has released the dates for the next three seasons!
Full story: https://t.co/LG2IJXR0Os pic.twitter.com/teajLosZvR
— ESPNcricinfo (@ESPNcricinfo) November 22, 2024
ઈએસપીએન ક્રિકઈન્ફોના એક રિપોર્ટ અનુસાર, તમામ ફ્રેન્ચાઈઝીને ઈ-મેલ દ્વારા આગામી ત્રણ સીઝનની શરૂઆતની તારીખો વિશે જાણ કરવામાં આવી હતી. આ તારીખો પર સત્તાવાર પુષ્ટી ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. છેલ્લી ત્રણ સીઝનની જેમ IPL2025ની સીઝનમાં પણ કુલ 74 મેચો રમાશે. આ સાથે આગામી સીઝનમાં મેચોની સંખ્યા વધારી શકાય છે. IPL 2026માં 84 મેચો રમાશે અને 2027ની સીઝનમાં મેચોની સંખ્યા વધારીને 94 કરવામાં આવી શકે છે. મેચોની સંખ્યામાં વધારો થવાનું કારણ મીડિયા અધિકારો હોઈ શકે છે. જો આપણે IPL 2024ને યાદ કરીએ તો આ ટૂર્નામેન્ટ 22 માર્ચથી 26 મે સુધી શરૂ થઈ હતી, જેમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ માટે સારા સમાચાર છે કે લગભગ તમામ ICC સભ્ય દેશોએ તેમના ખેલાડીઓને આગામી ત્રણ સીઝન માટે IPLમાં રમવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે 2025ની મેગા ઓક્શન પહેલા BCCIએ એક નવો નિયમ જાહેર કર્યો હતો. આ અંતર્ગત જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શનનો ભાગ નહીં લે તો તે આગામી બે સીઝન રમી શકશે નહીં. બીજી તરફ હરાજીમાં ખરીદ્યા પછી જો કોઈ વિદેશી ખેલાડી પોતાનું નામ પાછું ખેંચે છે તો તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે.