પેલેસ્ટાઈનમાં કાર્યરત આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ કમાન્ડર ઈસ્માઈલ હનીયે(Ismail Haniyeh) માર્યા ગયા છે. મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઈરાનમાં તેમની હત્યા થઈ હતી. ઈરાનના આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સ તરફથી એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે આ અંગે ઇઝરાયેલે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
Ismail Haniyeh was last seen attending the inauguration ceremony of Iran's President Masoud Pezeshkian and meeting with Iran's Supreme Leader, hours before being killed in an attack on his residence in Tehran. Hamas and Haniyeh's brother have blamed Israel for the raid. pic.twitter.com/mlAuCfxlXR
— Iran International English (@IranIntl_En) July 31, 2024
હમાસે એમ પણ કહ્યું છે કે ઈસ્માઈલ માર્યો ગયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે પેલેસ્ટાઈન અને આરબ દેશના લોકોને ખૂબ જ દુખ સાથે જણાવવા માંગીએ છીએ કે હમાસની રાજકીય પાંખના નેતા ઈસ્માઈલ હવે નથી રહ્યા. ઇઝરાયેલ દ્વારા તેહરાનમાં તેમના નિવાસ પર તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફર્યા હતા.
https://twitter.com/michaelgwaltz/status/1818497323845959751
ઈસ્માઈલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં તેમના કેટલાક સુરક્ષાકર્મીઓને પણ ગોળી વાગી હતી. ઈસ્માઈલ હનીયે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા. આ સાથે જ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલે ઈસ્માઈલના નિવાસ પર હવાઈ હુમલો પણ કર્યો હતો. હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1200 ઇઝરાયલી માર્યા ગયા હતા. આ સિવાય 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
આવી સ્થિતિમાં ઈસ્માઈલને મારવા એ ઈઝરાયેલ માટે મોટી સફળતા છે. એટલું જ નહીં ઈરાન માટે પણ આ આંચકો છે કારણ કે તેની રાજધાનીમાં ઈસ્માઈલની હત્યા કરવામાં આવી છે. હમાસને ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. આટલું જ નહીં લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ તાજેતરમાં ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 12 બાળકો માર્યા ગયા, જેઓ તે સમયે ફૂટબોલ રમી રહ્યા હતા. હિઝબુલ્લાહને ઈરાનનું પણ સમર્થન છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલે ઈરાનમાં જ ઈસ્માઈલની હત્યા કરીને ઈરાન અને હમાસ સહિત અન્ય દુશ્મનોને સંકેત આપ્યો છે.