ISRO એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા એસ સોમનાથે ચંદ્રયાન-4ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. વાત જાણે એમ છે કે, એસ સોમનાથે કહ્યું છે કે, આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે. અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે. સોમનાથે સતપાલ મિત્તલ સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને આ વાત કહી હતી. ડૉ.સોમનાથે કહ્યું કે ISRO તેના ચંદ્ર મિશન માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું.
#WATCH | On Chandrayaan-4, ISRO chairman S Somanath says "Chandrayaan-4 is a concept that we are now developing as a continuation of the Chandrayaan series. Our Prime Minister has announced that an Indian will land on the Moon in 2040, if that has to happen, we need to have a… pic.twitter.com/ZhkWxtwyWA
— ANI (@ANI) April 9, 2024
ચંદ્રયાન-3 ટીમને મળ્યો એવોર્ડ
ભારતની ચંદ્રયાન-3 મિશન ટીમને અવકાશ સંશોધન માટે પ્રતિષ્ઠિત 2024નો જ્હોન એલ. જેક સ્વિગર્ટ જુનિયર એવોર્ડ મળ્યો છે. કોલોરાડોમાં વાર્ષિક સ્પેસ સિમ્પોસિયમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સોમવારે ઇસરો વતી હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથને એવોર્ડ મળ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ રાષ્ટ્ર તરીકે ઇસરો દ્વારા વિકસિત મિશન ચંદ્રયાન-3 માનવતાની અવકાશ સંશોધન આકાંક્ષાઓને સમજણ અને સહયોગ માટે નવા ક્ષેત્રો સુધી વિસ્તરે છે.
સ્પેસ ફાઉન્ડેશનના CEO હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે એક પ્રેરણા છે. અવકાશ સંશોધનનું સ્તર ફરી ઊંચું થયું છે. તેમનું અદ્ભુત મૂન લેન્ડિંગ આપણા બધા માટે એક નમૂનો છે. અભિનંદન અને તમે આગળ શું કરશો તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી! ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે મિશન ચંદ્રયાન-3 હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ‘સોફ્ટ લેન્ડિંગ’ કરીને ઈતિહાસ રચ્યો હતો અને ચંદ્રના આ પ્રદેશ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.