ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ વી. નારાયણને 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, ‘અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યા છે અને આશરે 3000 પરીક્ષણ હજુ બાકી છે. હાલ દિવસ-રાત યુદ્ધના ધોરણે ગગનયાન કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. ગગનયાન કાર્યક્રમને ડિસેમ્બર, 2018માં મંજૂરી આપી હતી, જેનો હેતુ ભારતને માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતા પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ માણસોને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે અને લાંબાગાળાના માનવ અંતરિક્ષ સંશોધન માટે જરૂરી ટેક્નોલોજીને વિકસિત કરવામાં આવશે.’
#WATCH | Kolkata: ISRO Chief V Narayanan says, "This year is a very important year for us. We have declared it Gaganyaan year. Before sending the humans, we have planned three uncrewed missions and the first uncrewed mission is planned this year… Till date, more than 7200 tests… pic.twitter.com/gxiZiBFZ3u
— ANI (@ANI) May 22, 2025
2025 ગગનયાન વર્ષ તરીકે જાહેર
વી. નારાયણને કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘આ વર્ષ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અમે તેને ગગનયાન વર્ષ જાહેર કરીએ છીએ. માણસોને મોકલતા પહેલાં ત્રણ માનવ રહિત મશીનની યોજના બનાવવામાં આવી છે, જેમાંથી પહેલું મિશન આ વર્ષે ડિસેમ્બરમાં લૉન્ચ થશે. ઈસરોએ અત્યાર સુધી 7200થી વધારે ટેસ્ટ પૂરા કર્યા છે અને લગભગ 3 હજાર પરીક્ષણ હજુ બાકી છે અને કામ 24 કલાક ચાલી રહ્યું છે.
ઈસરો પ્રમુખે હાલમાં જ પૂરા થયેલા SpaDeX મશીનના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે, આ ટેક્નોલોજી પ્રદર્શન મિશન માટે ફક્ત 10 કિલો ઈંધણ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ, આ મિશન ફક્ત 5 કિલો ઈંધણમાં જ સફળતાપૂર્વક પૂરૂ કરી દેવામાં આવ્યું, જેનાથી બાકી વધેલા ઈંધણનો ઉપયોગ આગામી પ્રયોગો માટે કરવામાં આવી શકે. ઈસરોની વેબસાઇટ અનુસાર, SpaDeX એક વાજબી ટેક્નોલોજીકલ પ્રદર્શન મિશન રહ્યું, જેમાં બે નાના સેટેલાઇટને PSLVથી પ્રોજેક્ટ કરી અંતરિક્ષમાં ડૉકિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું.
2025માં અનેક મહત્ત્વના મિશનની યોજના
આ વિશે વધુ વાત કરતા વી. નારાયણને કહ્યું કે, 2025માં અનેક મહત્ત્વના મિશનની યોજના બનાવવામાં આવી છે. જેમાં NASA-ISRO સિંથેટિક અપર્ચર રડાર સેટેલાઇટ પણ સામે છે, જેને ભારતના સ્વદેશી લૉન્ચ વાહનથી લૉન્ચ કરવામાં આવશે. આ સિવાય એક કોમર્શિયલ મિશન અને સંચાર સેટેલાઇટ પણ આ વર્ષના કાર્યક્રમમાં સામેલ છે. ડિસેમ્બર 2025 સુધી ‘વ્યોમમિત્ર’ નામના માનવ જેવા રોબોટ સાથે પહેલું માનવ રહિત મિશન લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બે અન્ય માનવ રહિત મિશન થશે.
આ વિશે ઈસરો પ્રમુખે પત્રકારોને જણાવ્યું કે, ‘આ વર્ષે લગભગ દર વર્ષે એક લૉન્ચ નક્કી છે. વર્ષના અંત સુધી પહેલું માનવ રહિત મિશન ‘વ્યોમમિત્ર’ લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બે અન્ય માનવ રહિત મિશન લૉન્ચ થશે અને 2027ના પહેલાં ત્રણ મહિના સુધી આપણે પહેલા માણસને અંતરિક્ષમાં મોકલવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ.’ ઈસરોની તૈયારીઓ ભારતને અંતરિક્ષ મહાશક્તિ બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે. ગગનયાન મિશનના સફળ અમલીકરણ સાથે ભારત, અમેરિકા, રશિયા અને ચીન બાદ દુનિયાનો ચોથો દેશ બની જશે જે સ્વદેશી ટેક્નિકથી અંતરિક્ષમાં માણસ મોકલશે.