દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ISROએ ચંદ્રયાન-3 મિશનને લઈને ટ્વીટ કર્યું હતું. આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો થશે.
Chandrayaan-3 Mission:
Even closer to the moon’s surface.
Chandrayaan-3's orbit is reduced to 174 km x 1437 km following a manuevre performed today.
The next operation is scheduled for August 14, 2023, between 11:30 and 12:30 Hrs. IST pic.twitter.com/Nx7IXApU44
— ISRO (@isro) August 9, 2023
ISROએ આજે મિશનને લઈને ટ્વીટ કર્યું
ISROએ આજે ચોથી વખત ચંદ્રયાન-3 ની ભ્રમણકક્ષા બદલી હતી. ISROએ ચંદ્રયાન-3 મિશનને લઈને ટ્વીટ કર્યું કે આજે સફળતાપૂર્વક એન્જિન ચાલુ કર્યા બાદ તેણે ચંદ્ર તરફ જતી ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે. હવે તેનું અંતર 153 કિમી x 163 કિમી રહી ગયું છે. ISROના જણાવ્યા અનુસાર આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો થવાના છે જેમાં ચંદ્રયાન લેન્ડરને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને આવતીકાલે વધુ એક રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ બે ભાગમાં અલગ થઈ જશે અને તેમની અલગ મુસાફરી શરૂ કરશે. જો બધું બરાબર રહ્યું તો લેન્ડર તેના સમય મુજબ 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચી ગયું
આ પહેલા 14 ઓગસ્ટના રોજ ISROએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ સક્રિય થયા હતા, જેની મદદથી ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષા બદલી હતી. આ અગાઉ 5 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 એ પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે ત્રણ વખત તેની ભ્રમણકક્ષા બદલીને ચંદ્રની નજીક આવ્યું છે. ચંદ્રયાન-3 ચંદ્રથી 150 કિમી દૂર ભ્રમણકક્ષામાં 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે વહન કરી રહ્યું છે. ચંદ્રયાનનું ભ્રમણકક્ષા પરિભ્રમણ તબક્કો ચાલી રહ્યો છે અને ચંદ્રયાન-3 લંબગોળ ભ્રમણકક્ષામાંથી ગોળાકાર ભ્રમણકક્ષામાં આવવાનું શરૂ કર્યું છે.
ચંદ્રયાન-3 14 દિવસ સુધી પ્રયોગ કરશે
ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. બીજી તરફ પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની સપાટી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢશે અને ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે પણ જાણી શકશે.
આ મિશન પૂરું થતાં જ ભારત વિશ્વનો ચોથો દેશ બનશે
જો આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ભારત આ સિદ્ધિ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ ઉપરાંત ભારત વિશ્વનો પહેલો દેશ હશે જેણે કોઈપણ ભારે રોકેટ વિના આ મિશનને પૂર્ણ કર્યું છે. આ સિવાય ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ આવશે જે મુજબ ભારત સૌથી ઓછા ખર્ચે આ મિશનને પુર્ણ કરનારો દેશ બનશે.