click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ
Gujarat

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ

Last updated: 2024/05/21 at 4:51 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ સહિત ઇઝરાયલ અને હમાસના નેતાઓ માટે સાત મહિનાના યુદ્ધ દરમિયાન તેમના કૃત્યોના સંબધમાં ધરપકડ વોરન્ટની માગ કરી છે.

Contents
અગાઉ પુતિન સામે પણ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું ત્રણ જજોની પેનલ ફરિયાદીના પુરાવાઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ નિર્ણય લેશે

અગાઉ પુતિન સામે પણ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું

આ અગાઉ આઇસીસીએ પુતિન સામે પણ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે આ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જે પછી કેટલાક દેશોએ જાહેરાત કરી હતી કે જો પુતિન તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. કરીમ ખાને જણાવ્યું છે કે તેમનું માનવું છે કે નેતનયાહુ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટ તથા હમાસના ત્રણ નેતા યેહ્યા સિનવાર, મોહંમદ દીફ અને ઇસ્માઇલ હનિયેહ ગાઝા પટ્ટી અને ઇઝરાયલમાં યુદ્ધ અપરાધો અને માનવતાની વિરુદ્ધ અપરાધો માટે જવાબદાર છે.

ત્રણ જજોની પેનલ ફરિયાદીના પુરાવાઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ નિર્ણય લેશે

ઇઝરાયલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સભ્ય ન હોવાથી ધરપકડ વોરન્ટ ઇશ્યુ થશે તો પણ નેતનયાહુ અને ગેલેંટ સામે તાત્કાલિક કાર્યવાહીનું કોઇ જોખમ નથી. ૅજો કે ખાનની માગને કારણે ઇઝરાયલ નેતાઓની વિદેશ યાત્રા અંગે સમસ્યા ઉભી થઇ શકે છે અને તેમની વિદેશ યાત્રા મુશ્કેલ બની શકે છે. આ અંગે ઇઝરાયલના વિદેશ પ્રધાન ઇઝરાયલ કાટ્ઝે જણાવ્યું છે કે મુખ્ય ફરિયાદીની ઇઝરાયલના ટોચના નેતાઓ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરવાની માગ ઐતિહાસિક અપમાન છે અને તે કાયમ માટે યાદ રાખવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી કોઇ પણ કાર્યવાહી સામે લડવા માટે તે એક વિશેષ સમિતિની રચના કરશે અને ઇઝરાયલના નેતાઓ સામે આવા કોઇ વોરન્ટનો અમલ કરાવવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે વિશ્વના નેતાઓને મળશે. હમાસ આતંકવાદી ગુ્રપે આઇસીસીના ફરિયાદીની તેના નેતાઓની ધરપકડ કરવાની માગની ટીકા કરી છે. આ અંગે ઇઝરાયલના પૂર્વ સૈનિક પ્રમુખ અને યુદ્ધ કેબિનેટના સભ્ય બેની ગેંટ્ઝે ખાનની માગની કડક ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલ સૌથી કડક નૈતિક મૂલ્યોની સાથે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે એક મજબૂત ન્યાયપાલિકા છે જે પોતાની તપાસ કરવામાં સક્ષમ છે. ધરપકડ વોરન્ટની માગ એક ઐતિહાસિક અપરાધ છે. ઇઝરાયલના વિરોધ પક્ષના નેતા યેર લેપિડ સહિતના નેતાઓએ પણ ધરપકડ વોરન્ટની માગની ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબરની સવારે હમાસે ઇઝરાયલ પર ૫૦૦૦ રોકેડ છોડયા હતાં. ત્યારબાદથી બંને વચ્ચે યુદ્ધ જારી છે. ઇઝરાયલે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે.

ઇઝરાયલના વડાપ્રધાન નેતનયાહુએ વચન આપ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ સફાયો થશે નહીં ત્યાં સુધી તે યુદ્ધ વિરામ કરશે નહીં. ગાઝાના આરોગ્ય કર્મીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયલના હુમલાઓમાં ૩૫૦૦૦થી વધુ પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. 80 ટકા વસ્તી વિસ્થાપિત થઇ ગઇ છે. અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે.

પુતિનની ધરપકડ માટે દુનિયા એક હતી

નેતનયાહુ સામેના ધરપકડ વોરન્ટની માગનો દુનિયાએ વિરોધ કર્યો

ન્યૂયોર્ક : ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને ઇઝરાયલના વડાપ્રધાનની ધરપકડની માગ કરી છે. મોટા ભાગના વિશ્વના નેતાઓએ આ માગની ટીકા કરી છે. આ અગાઉ ૨૦૨૩માં જ્યારે પુતિન સામે આઇસીસીએ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું ત્યારે અમેરિકા સહિતના વિશ્વના નેતાઓએ તેને સમર્થન આપ્યું હતું. કેટલાક દેશોએ તો જાહેરાત પણ કરી દીધી હતી કે જો પુતિન તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. હવે જ્યારે નેતનયાહુની ધરપકડની માગ કરવામાં આવી છે ત્યારે અમેરિકા સહિતના વિશ્વના મોટા ભાગના દેશો આ માગનો વિરોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશો યુક્રેન સામેના યુદ્ધમાં યુક્રેનને મદદ કરી રહ્યાં છે જ્યારે રશિયાનો વિરોધ કરી રહ્યાં છે. જ્યારે ઇઝરાયલના હમાસ સામેના યુદ્ધમાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશો ઇઝારેયલનો સાથ આપી રહ્યાં છે અને તેને સૈન્ય સામગ્રી પૂરી પાડી રહ્યાં છે.

શું રાજકીય વિવાદ ઇઝરાયલી પીએમનો ભોગ લેશે?

નેતાન્યાહુ અને રાજકીય હરીફ વચ્ચેના વિવાદથી કેબિનેટ હલબલી

તેલઅવીવ : ઇઝરાયલના ટોચના કેબિનેટ પ્રધાન રવિવારે અમેરિકાના અધિકારીઓ સાથે મંત્રણા કરવા યુએસ જતા તેમને વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુનોઠપકો સાંભળવો પડયો છે. તેના પગલે ઇઝરાયલની હમાસ સાથેના યુદ્ધ વખતે રચાયેલી પાંચ મહિના જૂની કેબિનેટ હલબલી ગઈ છે.

મધ્યમમાર્ગી જમણેરી હરીફ બેની ગેન્ટ્ઝના અમેરિકાના પ્રવાસના પગલે નેતાન્યાહુ અને અમેરિકન પ્રમુખ જો બાઇડેન વચ્ચેના ભારે મતભેદો ઉજાગર થયા છે. ગાઝામાં ભારે તકલીફમાંથી પસાર થઈ રહેલા પેલેસ્ટાઇનીઓને તેમાથી કઈ રીતે બહાર કાઢવા અને યુદ્ધ પછીના શાસકીય સંજોગોને લઈને તેમના વચ્ચે જબરદસ્ત મતભેદ છે.તેના લીધેઅમેરિકાએ ગાઝામાં શનિવારરે સામગ્રી એરડ્રોપ કરી હતી. ગયા સપ્તાહે ટ્રકમાંથી ફૂડ લેવા જતાં ડઝનેક પેલેસ્ટાઇનીઓ ચગદાઈને મૃત્યુ પામતા તેઓએ આ પગલાં ભર્યુ છે. જો કે સહાય કરતાં અધિકારીઓનું કહેવું છે કે એરડ્રોપ વધારે અસરકારક પગલું નથી. તેના કરતાં ટ્રક દ્વારા મોકલવું સારું રહે. અમેરિકાની આ વિસ્તારની અગ્રતાઓને નેતાન્યાહુની હાર્ડલાઇન કેબિનેટ બગાડી રહી છે. તેની પર આત્યંતિક રાષ્ટ્ર્રવાદીઓનો કબ્જો છે.

You Might Also Like

મોબાઈલ પર મળશે PF એકાઉન્ટના પળેપળના સમાચાર, જાણો કેવી રીતે નંબર કરવો અપડેટ

શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ

એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન

ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના

TAGGED: Benjamin-Netanyahu, International Criminal Court, Israeli Prime Minister Netanyahu, isrel, isrel pm

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 21, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article માઇગ્રેનથી છો પરેશાન? તો રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર દર્દથી છૂટકારો
Next Article પીએમ મોદી ઈન્ટરવ્યૂ માં સંવિધાન, અનામત, બેરોજગારી, અદાણી-અંબાણી પર આપ્યા જવાબ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મોબાઈલ પર મળશે PF એકાઉન્ટના પળેપળના સમાચાર, જાણો કેવી રીતે નંબર કરવો અપડેટ
Gujarat જૂન 14, 2025
શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
Gujarat જૂન 14, 2025
ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ
Gujarat જૂન 14, 2025
એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન
Gujarat જૂન 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?