કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ‘જન ઔષધિ પ્રોજેક્ટ’એ કરોડો લોકોને નવજીવન આપ્યું છે.
ગુરુવારે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘જનઔષધિ કે અગ્રદૂત’ નામનું પુસ્તક અર્પણ કર્યું. ડૉ.મનસુખ માંડવિયાએ આ વિશે ટ્વિટ કરી આ માહિતી શેર કરી હતી.
करोड़ों लोगों को नया जीवन देने वाली जन-जन की औषधि ‘जनऔषधि परियोजना’ के उत्थान में पहले कदम से मैं साथी रहा हूं। PM @NarendraModi जी के मार्गदर्शन में रचे गये इस ‘silent revolution’ को पन्ने पर उतारने की कोशिश करती मेरी पुस्तक 'जनऔषधि के अग्रदूत', महामहिम राष्ट्रपति जी को भेंट की। pic.twitter.com/gsPvu1TZui
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) March 14, 2024
નોંધનીય છે કે જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ તદ્દન સંતોષકારક છે. આ યોજનાએ સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા તો દૂર કરી છે, પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે.
આ યોજનાએ ભારતના સામાન્ય લોકોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે.
દેશના 12 લાખથી વધુ રહેવાસીઓ દરરોજ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. અહીં ઉપલબ્ધ દવાઓ બજાર કિંમત કરતા 50 થી 90 ટકા સસ્તી છે.