આજરોજ આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરાડ્યા અને ઉમરેઠ તાલુકા મામલતદાર પારેખની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્તારનાં હાઇવે પર આવેલ દરેક ગેરકાયદેસર લારીગાલ્લા, પાથરણા વાળા, પતરાંના સેડ, ઓટલા, દીવાલ, પેવર બ્લોક બધું જ જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યું. આજરોજ સવારથી સાંજ આખો દિવસ ઉમરેઠના આ મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરાયા અને જો ફરીથી આ રીતે દબાણ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ ઓર ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી બતાવી.
પાછલા ઘણા લાંબા સમયથી ઉમરેઠનો આ મુખ્ય હાઇવે ગેરકાયદેસર દબાણો અને ત્યાં આવતા ગ્રાહકોનાં સાધનોના પાર્કિંગને કારણે અકસ્માતનો એપી સેંટર બની ગયો હતો. ઉપરાછાપરી અકસ્માત થવાંથી નગરજનો દ્વારા પણ માંગ થઇ રહી હતી કે ગેરકાયદેસર દબાણ હટવા જોઈએ અને સરકાર દ્વારા આ વિષયે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે આજે હટાવેલ દબાણો થોડા દિવસમાં ફરી પાછા તો જેમ હતા તેમ નહી ખડકાંઈ જાય ને અને આજની કરેલી આ બધી મહેનત એળે તો નહી જાય ને.
આજના આ દબાણ હતાવ ઝુંબેસમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, ઉમરેઠ મામલતદાર ઉમરેઠ નગરપાલિકા કર્મચારી સાથે આખો દિવસ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ બંધુઓ ખડે પગે રહ્યા હતા.