ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનુ સમાપન થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર્ષની ચારધામ યાત્રાનું સમાપન થશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે મંગળવારે જણાવ્યું હતું કે બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે 18 નવેમ્બરે બપોરે 03:33 વાગ્યાથી બંધ થઈ જશે. જ્યારે કેદારનાથ ધામ 15 નવેમ્બરે ભાઈબીજના અવસર પર બંધ રહેશે.
બદ્રીનાથ મંદિરના કપાટ આ દિવસે બંધ થઈ જશે
વિજયાદશમીના પવિત્ર અવસર પર બદ્રીનાથ મંદિર પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં ધાર્મિક પૂજારીઓ અને તીર્થયાત્રીઓની હાજરીમાં પંચાંગ ગણતરી બાદ મંદિરના કપાટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે કપાટ બંધ કરવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો. મંદિર સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતુ કે આ સમારોહના સાક્ષી બનવા માટે ધામમાં હજારો ભક્તો હાજર હતા. દરવાજા બંધ થવા દરમિયાન ભક્તો જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે, જે તેમના શિયાળુ રોકાણ સ્થળ છે.
Uttarakhand | The doors of Shri Badrinath Dham temple will be closed for the winter season on 18th November at 03:33 pm. In the current Yatra period so far, a record of more than 16 lakh devotees have visited the Badrinath temple
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 24, 2023
ચારધામના કપાટ બંધ થવાની તારીખો
- શ્રી બદ્રીનાથ ધામના દરવાજા શનિવાર, 18 નવેમ્બર, 2023 ના રોજ બંધ રહેશે. વિજય દશમીના અવસર પર આ જાહેરાત કરવામાં આવી હતી.
- 15 નવેમ્બર, 2023 બુધવારના રોજ ભાઈબીજના અવસરે શ્રી કેદારનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.
- ભાઈબીજના અવસર પર, 15 નવેમ્બર, 2023, બુધવારના રોજ શ્રી યમુનોત્રી ધામના દરવાજા બંધ કરવામાં આવશે.
- 14 નવેમ્બર, 2023 ને મંગળવારે અન્નકૂટના દિવસે સવારે 11.45 કલાકે શ્રી ગંગોત્રી ધામના દ્વાર બંધ કરવામાં આવશે.
- શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.
- 18મી નવેમ્બરે ચારધામ યાત્રાનું સમાપન થશે
ચાર ધામોમાંથી માત્ર બદ્રીનાથ મંદિરના દરવાજા બંધ કરવાની તારીખ નક્કી કરવામાં આવે છે જ્યારે અન્ય ત્રણ ધામોની તારીખ દિવાળીના તહેવાર દ્વારા નક્કી કરવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ પર ગંગોત્રી મંદિરના દરવાજા બંધ રહેશે, જ્યારે કેદારનાથ અને યમુનોત્રી મંદિરોના દરવાજા ભૈયા દૂજના તહેવાર પર બંધ રહેશે. આ વર્ષની ચારધામ યાત્રા પણ 18મી નવેમ્બરે બદ્રીનાથ મંદિરના દરવાજા બંધ થવાની સાથે સમાપ્ત થશે. આ વર્ષે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વર્તમાન યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં રેકોર્ડ 16 લાખ ભક્તોએ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા છે.