જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા જિલ્લા ખાતે નિમણૂક બાદ તથા લોકસભા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પુર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટકરની અધ્યક્ષતામાં પ્રથમ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
જેમાં ઉપસ્થિત ધારાસભ્યોએ જિલ્લાની માળખાકીય વ્યવસ્થાઓને લગતા પ્રશ્નો બાબતે સંબધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી નાગરીકોને મુંઝવતા પ્રશ્નોનું તાકિદે નિકાલ લાવવાની દિશામાં કાર્યો કરવા જણાવ્યું હતું.
ધારાસભ્યઓએ જનસેવા કેન્દ્રોમાં પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ, રોડ-રસ્તા રિપેરીંગ, વિદ્યાર્થીઓ માટે નિયમિત એસટી બસ વ્યવસ્થા, નવા વર્ષ માટે એડમિશન સહિત શિક્ષણ બાબતે, નિયમિત વિજ પુરવઠો, વરસાદી સિઝનમાં આપદા વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબધિત વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કરી માળખાકીય વ્યવસ્થાઓને સુદ્રઢ કરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય, માતર ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, પોલીસ અધિકક્ષક, અધિક નિવાસી કલેક્ટર, ઇ. ચા. જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.