ખેડા જિલ્લા સરકાર માન્ય પત્રકાર સંઘની રચના માટે આજે એક બેઠક નડિયાદ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પત્રકારોની અસ્મિતાને ઉજાગર કરવા માટે સંઘની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારમાંથી એક્રિડિટીશન કાર્ડ મેળવનાર પત્રકારોનો સમાવેશ કરવાની સાથે સાથે જિલ્લા ખાતે બ્યુરોચીફ તરીકેની જવાબદારી સંભાળતા દૈનિક અખબારના પત્રકારોનો પણ સમાવેશ કો.ઓપ્ટ સભ્ય તરીકે કરીને સંઘની રચના કરાઈ છે.
જેમાં સંઘના પ્રમુખપદે પત્રકાર વિપુલભાઈ પટેલ, મહામંત્રી પદે પ્રચેતભાઈ મહેતા, ઉપપ્રમુખપદે વિનોદભાઈ ભટ્ટ અને આરીફભાઈ મલેક, મંત્રીપદે સુનિલભાઈ બારોટ અને કલ્પેશભાઈ તલાટી, સંગઠન મંત્રીપદે વિનુભાઈ સુથાર અને ખજાનચીપદે સુનિલભાઈ રામીની વરણી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી સભ્યોમાં સાજીદ ભાઈ સૈયદ, રાજુભાઈ મહંત, રાજેશભાઈ દવે,રિગ્નેશભાઈ સુતરીયા સુરેશભાઈ પારેખ(કપડવંજ) હિરેનભાઈ સુથાર,ભાવિશાબેન તલાટી, તથા કો.ઓપ્ટ સભ્યપદે ઈશાનભાઇ બારોટ, ધ્રુતિબેન મિસ્ત્રી, મહેશભાઈ મહેતા અને ફિરોજભાઈ મલેકની પણ વરણી કરવામાં આવી હતી.આ સંઘ દ્વારા હવે સરકાર તરફથી મળતા અનેકવિધ લાભ સહિત સમગ્ર જિલ્લાની સરકારી કચેરીઓ ખાતેથી પ્રાપ્ત થતી માહિતી સચોટ રીતે સમગ્ર પ્રજાજનોને પૂરી પાડવા માટેનો સંકલ્પ સાથે આ સંઘ કાર્યવાહી કરશે તેવો મક્કમ નિર્ધાર પણ કરાયો હતો.