સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર 3’ને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે. ‘ટાઈગર 3’ દિવાળીના અવસર પર 12મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેણે પહેલા દિવસે 45 કરોડ રૂપિયાના શાનદાર કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ ફિલ્મે 59.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. જે કલેક્શન ઓપનિંગ દિવસ કરતાં સારુ હતુ.
કમાણીની વાત કરીએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી, પરંતુ હવે તેનું કલેક્શન ઘટી રહ્યું છે. ‘ટાઈગર 3’ને રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ આ ફિલ્મ 8 દિવસમાં બોક્સ ઓફિસ પર પોતાનું બજેટ રિકવર કરી શકી નથી
ટાઇગર 3 ની કમાણી પર એક નજર
ફિલ્મે પહેલા સપ્તાહમાં માત્ર 187.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. શુક્રવારથી બીજા સપ્તાહની શરૂઆત થઈ અને ફિલ્મે 13.25 કરોડનો બિઝનેસ કર્યો.
ગુરુવારે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ની કમાણીમાં 12.32 ટકાના ઘટાડા સાથે ફિલ્મનું કલેક્શન 18.5 કરોડ રૂપિયા હતું. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે કમાણીમાં 28.38 ટકાનો ઘટાડો નોંધાયો. શનિવારે ફિલ્મનું કુલ કલેક્શન 18.75 કરોડ હતું.એક રિપોર્ટ અનુસાર, ‘ટાઈગર 3’ એ રવિવારે 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
‘ટાઈગર 3’ 8 દિવસમાં પોતાનું બજેટ પણ બનાવી શકી નથી
એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘ટાઈગર 3’ 300 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે, પરંતુ ભારતમાં છેલ્લા 8 દિવસમાં તેની કુલ કમાણી 229 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ પ્રમાણે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં હજુ સુધી તેનું બજેટ પણ બનાવી શકી નથી.
રિપોર્ટ અનુસાર, અભિનેતાની ફીને બાદ કરતાં સલમાન ખાનની પાછલી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું બજેટ માત્ર 150 કરોડ રૂપિયા હતું અને તેણે 339.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, સલમાન અને કેટરીના સિવાય ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળશે. રેવતી અને રિદ્ધિ ડોગરા સહિત ઘણા કલાકારોએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.