આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર..૨૦૨૪ અને મોદીકી ગેરંટી અભિયાન શરૂ કરાયું છે, ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન હાથ ધરાવાનું છે, તે અંગે મીડિયાના પ્રતિનિધિઓને વિસ્તૃત વિગતો આપવા નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય, કમલમમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રભારી,ભાજપના પ્રદેશ પ્રવકતા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી, પ્રદેશ ભાજપ મીડિયા ડિબેટ ટીમના પેનાલિસ્ટ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન અંગે સંક્ષિપ્ત વિગત આપી સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતાએ જણાવ્યું હતું, કેન્દ્રમાં ભાજપના વડપણ હેઠળની સરકારે દસ વર્ષ પુરા કર્યા છે, આગામી લોકસભાની ચૂંટણી માટે સંકલ્પ પત્ર..2024 ખુબ જ અગત્યનો છે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી માટે પવિત્ર ફરજ છે.સંકલ્પ પત્રમાં સહુનો લાભ, સહુનો વિકાસ અને લોક ભાગીદારી હોય તે આ અભિયાનનો ઉદ્દેશ છે.
સંકલ્પ પત્ર.2024ની તૈયારી માટે જનતાના દરેક વર્ગ ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે.જેની પ્રક્રિયા રાષ્ટ્રીય, પ્રાદેશિક અને જિલ્લા સ્તરેથી શરૂ થઈ બૂથ સુધી થવાની છે. દેશના તમામ નાગરિકો પાસેથી આ સૂચનો મંગવાઈ રહ્યા છે.અને તે આધારે ભાજપનો સંકલ્પ પત્ર ૨૦૨૪ તૈયાર થશે.આ માટે 90909 02024 મો.નં પર પણ સૂચન મોકલી શકાશે. એમ મીડિયા પ્રતિનિધિઓને જણાવાયું હતું.