અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા એ નીકળે છે ત્યારે તેની તૈયારીઓ ઘણા સમય પેહલા થી શરુ કરી દેવામાં આવે છે .
રથ નું રંગ નું કામ , નીલ ચક્ર , હનુમાનજી મહારાજ ની મૂર્તિ , રથ યાત્રા સમિતિ કાર્યાલય નું ઉદ્ઘાટન તેમજ ભગવાન ને અગાઉ થતી વિધિઓ નું ખાસ ધ્યાન રાખી કરવામાં આવે છે .
વડ સાવિત્રી પૂનમ ના દિવસે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નો ગંગા , યમુના , સરસ્વતી, સરયૂ , નર્મદા , ગોદાવરી સહિત સાત નદીઓ ના નીર તથા જગન્નાથપૂરી ના ધ્રુમન સરોવર ના નીર તથા ૧૦૦ કુવાઓ ના નીર તેમજ કેસર , પંચામૃત , ચંદન , અત્તર અન્ય સુગંધી દ્રવ્યો સાથે અભિષેક કરવામાં આવ્યો હતો .
આ પ્રસંગે ભાવનગર ની ભાવપૂર્ણ જનતાએ અભિષેકના દર્શન નો લાભ લીધો હતો .
બાઈટ : હરિભાઈ ગોંડલિયા, અધ્યક્ષ રથયાત્રા