નડિયાદની મહાગુજરાત મેડીકલ સોસાયટી દ્વારા સ્થપાયેલ મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સીટીએ તેની સ્થાપનાનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું તે પ્રસંગે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન BCAના કોર્ષનો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે આયોજિત ઉદઘાટન સમારોહમાં સંતરામ મંદિર કરમસદના મહંત મોરારીદાસ મહારાજે દિપ પ્રાગટ્ય કર્યું હતું.
સમારોહમાં અતિથિ વિશેષ પદે ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી દિનશા પટેલે યુવાનોને શિક્ષણ ઉપરાંત રમતગમત તેમજ યુવાકીય પ્રવૃત્તિઓમાં રસ લઈ સાચા નાગરીક બની સમાજમાં તેઓ પોતાનું આગવું પ્રદાન કરે તેવી વાત કરેલ હતી.
ઉદઘાટક તરીકે પધારેલ ડી. ડી. યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પદ્મશ્રી પુરુસ્કૃત ડો. એચ. એમ. દેસાઈએ તેમના વ્યક્તવ્યમાં સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી શૈક્ષણીક ક્ષેત્રમાં જરૂરી સંશોધનોને વેગ મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ ભાસ્કરભાઈ દેસાઈએ તેમના ઉદબોધનમાં તન, મન અને ધનથી વિશ્વ વિદ્યાલયનો સંપુર્ણ વિકાસ થાય તેવી સંકલ્પનાનો સુંદર ચિતાર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ. એસ. એન. ગુપ્તાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આવનાર સમય આયુર્વેદ તથા ભારતીય પ્રાચીન પરંપરાનો જ રહેશે તેમ જણાવી આ ક્ષેત્રમાં અભ્યાસની ઉજળી તકો વિશે સૌને માહીતગાર કર્યા હતા.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)