Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો

નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો

મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી દ્વારા મહાદાતા નટુભાઈ એડનવાલા અને શ્રીમતી સુભદ્રાબેન પટેલનું સન્માન કરાયું હતું અને મહાગુજરાત મેડિકલ સોસાયટીના પ્રેસિડેન્ટ દિનશા પટેલજ તથા આયુર્વેદ અને વાસ્તુ શાસ્ત્રી શ્રી માર્ક રોઝનબર્ગ ને ડોક્ટર્સ ઓફ લેટર્સની પદવી એનાયત કરાઇ હતી. સાથે BSc નર્સિંગ, DMLT, અને પેરા મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ સમારોહ ખાતે અતિથિ વિશેષ પ્રવીણ કે.લહેરી – પૂર્વ ચીફ સેક્રેટરી ગુજરાત, ડો.જયંતિભાઈ ભડેસિયા સંઘ ચાલક, RSS પશ્ચિમ વિભાગ, ડો.અનિલ નાયક – નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોિયેશન, સંસ્થાના ચેરમેન ભાસ્કરભાઈ દેસાઈ, વાઈસ ચાન્સેલર એસ.એન.ગુપ્તા, રજિસ્ટ્રાર ડી.જે.વ્યાસ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.