વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવાં મળી.
સમગ્ર સંસારને આકર્ષણ છે તેવાં મહાકુંભમેળામાં અનેકવિધ સેવા કાર્યો ચાલતાં રહે છે. વિશ્વનો આ વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. અંહિયાં સર્વત્ર ચા, પાણી, નાસ્તો અને ભોજન પ્રસાદ આગ્રહ સાથે વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે.
વારાણસી કરપાત્રીઘાટ સ્થિત અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા પ્રયાગરાજમાં ભક્તિભાવથી સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવાં મળી.
અખિલ ભારતીય ધર્મસંઘ અને ગોરખપુર ગીતાપ્રેસનાં આ આયોજનમાં જ્યારે ખૂબ જ વિનમ્ર અને ભક્તિભાવ વડે અંહીંનાં સાધુઓ અને કાર્યકર્તાઓ પ્રસાદ પીરસવા સાથે ભેટ પૂજા અર્પણ કરતાં રહ્યાં, જે દશ્ય ભાવિકોને આકર્ષિત કરનાર લાગે છે. આ વેળાએ સાધુઓની પંગત પણ ખૂબ શિસ્તબદ્ધ નિહાળવા મળે છે. આ શિબિરમાં જ આગની દુઃખદ ઘટના ઘટી હતી, કોઈ જાનહાનિ થઈ ન હતી, જે સૌનું સદભાગ્ય ગણીએ.!