તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ્રસાદ ભંડારો યોજાઈ ગયો.
અખિલ ભારતીય ગોહિલવાડ મંડળ છાવણીમાં અધ્યક્ષ મહંત અને મહામંડલેશ્વર ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની આશિષ ઉપસ્થિતિ સાથે અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે.
મહાકુંભમેળામાં વિધિ થતાં મહામંડલેશ્વર ભગવાનદાસબાપુને સંતો, મહંતો દ્વારા અભિવાદન સન્માન થયું. અહીંયા મંત્રી જયદાસજીબાપુનાં સંકલન સાથે આ પદવી અર્પણ વિધિમાં હરસિદ્ધિજી તથા વિશાલદાસજીબાપુ જોડાયાં હતાં.
તીર્થરાજ પ્રયાગરાજમાં આ પદવીદાન પ્રસંગે પ્રસાદ ભંડારો યોજાયો જેમાં સાધુ સંતો તેમજ ભાવિક સેવકોએ લાભ લીધો હતો.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)