નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લાભરની મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગીતાબેન રાઠવા (પ્રદેશ ઉપપ્રમુખ, ભાજપ મહિલા મોરચા) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ તરીકે નીલભાઈ રાવ (પ્રમુખ, નર્મદા જિલ્લા ભાજપ), હર્ષદભાઈ વસાવા (પ્રદેશ કારોબારી સભ્ય) અને અર્જુનભાઈ ચૌધરી (નર્મદા જિલ્લાના પ્રભારી) હાજર રહ્યા હતા.
આ ઉપરાંત શીતલબેન તડવી (નર્મદા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ) સાથે મહિલા આગેવાનો શ્રદ્ધાબેન બારીયા, જીગ્નેશાબેન ભટ્ટ અને ભારતીબેન તડવી સહિત જિલ્લાભરની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સંમેલનમાં મહિલાઓના સશક્તિકરણ, સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે સરકારની વિવિધ યોજનાઓને સમાજના છેવાડા સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલા આગેવાનોએ મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ જિલ્લાની પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આમ, મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel