બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 17 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે.આ દુર્ઘચનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે સવા દસની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.
#WATCH | Gujarat | Explosion occurs in a factory in the industrial area in Deesa, Banaskantha district; Five workers dead, says Collector. pic.twitter.com/PYkmn4UVeW
— ANI (@ANI) April 1, 2025
બનાસકાંઠા (ડીસા)માં દુર્ઘટના: ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 17 શ્રમિકોનું કરૂણ મોત
વિશેષ વિગતો:
-
ભીષણ આગ અને બ્લાસ્ટ: ડીસા નજીકના ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે 17 શ્રમિકોના મોત થયા છે.
-
મૃતક શ્રમિકો: શ્રમિકો જીવતા સળગી ગયા, જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે, જેમાં 3 લોકો 40% દાઝાયેલા છે.
-
વિસ્ફોટનો દુર્ઘટના: વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે અવાજ દૂર સુધી સંભળાયો અને મૃતક શ્રમિકોના અંગો પણ ફેંકાયા હતા.
-
કાટમાળ વચ્ચે ખોવાયેલા મૃતદેહો: ઘટના સ્થળે કાટમાળનો ઢેર છે, અને JCBની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.
#WATCH | Gujarat | Banaskantha Collector Mihir Patel says, "Today morning, we got information of a large explosion in the industrial area in Deesa. The Fire Department rushed to the site and controlled the fire. Five workers died on the spot of the incident. Four injured workers… pic.twitter.com/jrV6ml6Gbb
— ANI (@ANI) April 1, 2025
આગામી કાર્યવાહી:
-
સ્વચાલિત તપાસ: જિલ્લા કલેક્ટર અને રાજ્ય મંત્રીઓ ઘટનાની તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા છે.
-
ફેક્ટરી પર સવાલ: ગોડાઉન ફટાકડા સ્ટોર કરવા માટે માન્ય હતો, પરંતુ અહીં ફટાકડાનું પ્રોડક્શન ચાલતું હતું, જે એક મોટા સવાલ ઉભું કરે છે.
-
પ્રશાસક પ્રહાર: બનાસકાંઠાના સાંસદ ગેનીબેને વહીવટી પ્રશાસનની ભૂલને જવાબદાર ઠરાવતા કહ્યું કે, “ફેક્ટરી માલિક સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”