ભારતના જાણીતા હીરાના કારીગરોએ 35,000 મિનિટ મહેનત કરીને ભારત દેશના આકારમાં નિર્માણ કર્યું છે. આ હીરાની વિશેષતા એ છે કે તે દેશની એકતા, સુંદરતા અને સ્થાયી ચમકને દર્શાવે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને એક વિશેષ સન્માનના રૂપમાં 2.120 કેરેટનો કુદરતી હીરો, ‘નવભારત રત્ન’ આપવામાં આવ્યું. આ અદ્વિતીય હીરો ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક છે, જે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.
હીરામાં ભારતના નકશાની કોતરણી
આ બેહતરીન કૃતિ ભારતના હીરાના પૉલિશીંગ અને કોતરણીની કળાને વૈશ્વિક ફલક પર નેતૃત્વ કરે છે તે દેખાય છે. આ એક રજિસ્ટર્ડ ઇનોવેશન છે જે ના ફક્ત એક હીરો છે પરંતુ વધતાં ભારત અને આધુનિક ભારતની યાત્રાનું પ્રતિક છે. શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક ગોવિંદ ધોળકિયાએ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ભેટમાં આપ્યું છે .
‘નવભારત રત્ન’ અમૂલ્ય છે