તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબાજૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ઠ નાના બંધરપાડા ખાતે આવેલી જમીન જેનો ખાતા નું. ૧૭૫ , સર્વે નું. ૨૦ જે ગૌચર ની જમીનમાં મરિયમ માતાનું મંદિર જે કેથોલિક ચર્ચ બનાવી દબાણ ઊભું કરી ગુજરાત રાજ્યના પંચાયતના કાયદાનું ઉલંઘન કર્યું છે. ત્યારે આ ગૌચરની જમીન માં ઊભું કરેલું દબાણ ક્યારે દૂર કરવામાં આવશે તે તાપી જિલ્લના લોકો રાહ જોઈ રહ્યા છે.
આયોજક સમિતિ મરિયમ માતા મંદિર ગીધ માળી ને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તા. ૦૫/૦૪/૨૦૨૩ ના રોજ નોટિસ તથા મહેસુલ વિભાગમાંથી તા. ૨૯/૦૫/૨૦૨૩, બીજી નોટિસ ૦૨/૦૬/૨૦૨૩ અને ગ્રામ પંચાયત દ્વારા પ્રથમ નોટિસ તા. ૧૫/૦૪/૨૦૨૩, બીજી નોટિસ તા. ૧૨/૦૫/૨૦૨૩ તથા ૦૧/૦૬/૨૦૨૩ આમ ત્રણ- ત્રણ નોટિસ આપી હતી. આમ આટલા બધા સરકારી વિભાગ માંથી આટલી બધી નોટિસો આપવા છતાં કેમ કોઈપણ પ્રકારની દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ??? આજ દિન સુધી આ દબાણ દૂર કરવામાં આવ્યું નથી ત્યારે ગુજરાત રાજ્ય પંચાયત કાયદાની કલમ ૧૦૫:૧ મુજબ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ??
આ બાબતે મુખ્યમંત્રી કાર્યલય માંથી નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો નિર્દેશ તાપી જિલ્લા કલેકટર ને આપવમા આવ્યો છે. અને તાપી જિલ્લા કલેક્ટર દ્વારા લાગતાવળગતા વિભાગ જેમ કે મામલતદાર સોનગઢ, તાલુકા વિકાસ અધિકારી સોનગઢ, ને કાર્યવાહી કરવાનો નિર્દેશ ૦૪/૦૩/૨૦૨૩ ના રોજ આપવામાં આવ્યો હતો તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી સોનગઢ વિભાગ ની કચેરીએ થી કરવામાં આવી નથી. આટલી બધી નોટિસો અને સૂચનાઓ આપવા છતાં વહીવટી તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી. કેમ આ ગૌચરની જમીન માં ઊભું કરેલું દબાણ દૂર કરવામાં આવતું નથી ??? કોના રહેમ નજર હેઠળ આ કાર્યવાહી કરવામાં આવતી નથી ?? ક્યા અધિકારી કે રાજકારણી ની સૂચના થી આ કાર્યવાહી અટકાવવામાં આવી છે. આવા અનેક સવાલો ઉપસ્થીત થયા છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબાજૂથ સમાવિષ્ટ નાના બંધરપાડા ખાતે આવેલા ડુંગરને વર્ષોથી આદિવાસી સમાજના લોકો ગીધ માળી આઈ ડુંગર માતા તરીકે પૂજતા આવ્યા છે. વર્ષ ૧૯૫૬-૫૭ થી સર્વે નંબર 20/175 માં આવેલ આ ડુંગરની જમીન ગૌચરમાં બોલે છે જ્યાં ગ્રામજનો એ ગીધ માળી આયા ડુંગર માતાનું મંદિર પણ બનાવ્યું હતું જેથી વર્ષ ૨૦૧૯ દરમિયાન જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ખાંજર અને નાના બંધરપાડા દ્વારા ગીધ માળી આઈ ડુંગર માતા સ્થાનક પર લોકો ધાર્મિક વિધિ કરવા આવતા હોય અને ભક્તિથી દર્શન માટે આવનાર ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે હેતુથી મંદિરની આસપાસ નવિનીકરણ કરી સુવિધાઓ ઉભી કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયતને કોઈ વાંધો નથી એવો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
સમય જતા અહીં મોટા પાયે ધર્માંતરણ બાદ ખ્રિસ્તી સમુદાયના લોકોની વસ્તી વધતા કેથોલિક ચર્ચનો પગપેસારો થયો હતો અને ગ્રામજનોને ખબર ન પડે તે રીતે અંધારામાં રાખી કેથોલિક ચર્ચ દ્વારા ગીધ માળી આઈ માતા ડુંગરને મરિયમ માતા ચર્ચમાં ફેરવી દેવામાં આવ્યું છે.