અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા હાહાકાર મચી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે સ્થાનિક લોકો અને વેપારીઓ ગભરાઈ ગયા હતા. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા આખા કોમ્પ્લેક્સમાં ધૂમાડું છવાઈ ગયું હતું અને અનેક દુકાનો આગની જપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગતાની સાથે જ લોકો બહાર દોડ્યા હતા અને કોમ્પ્લેક્સની આસપાસ ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. ઘટના સ્થળ રોડની સાઈડમાં હોવાને કારણે ધૂમાડો અને આગના શોલા રસ્તાથી પસાર થતા વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા હતા, જેના કારણે ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો થયો હતો અને લોકોમાં અફરાતફરીનું માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ ઉપર નિયંત્રણ મેળવવા માટે જોરશોરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી માત્રામાં ધૂમાડો ઊઠતો હોવાથી ટીમોને આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી, પણ આગને કાબૂમાં લેવા ફાયરકર્મીઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. હાલ સુધી આગ લાગવાના કારણો અસ્પષ્ટ છે, અને તેની તપાસ ફાયર બ્રિગેડ તેમજ સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે. દુકાનોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન હજી થયું નથી, પરંતુ આગને જોતા નુકસાન મોટું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં હજુ પણ ચિંતા અને અસ્વસ્થતા ફેલાઈ છે, કારણ કે આગથી સર્જાયેલી સ્થિતિએ લોકોને જોરદાર દહેશતનો અનુભવ કરાવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel