અમદાવાદમાં હવામાનની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે અને પ્રદૂષણના વધતા સ્તરે શહેરના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. તાજેતરના આંકડા મુજબ આજે અમદાવાદનો કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 244 નોંધાયો છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે. ખાસ કરીને થલતેજ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત ઝોન તરીકે સામે આવ્યો છે, જ્યાં AQI 244 સુધી પહોંચી ગયો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.
સી પી નગરમાં 211, ગ્યાસપુરમાં 201 અને ગોતામાં 200 AQI નોંધાતા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું છે. બોપલમાં AQI 199, જ્યારે સોની ની ચાલ અને નવરંગપુરામાં AQI 196 સુધી પહોંચ્યો છે. ઉત્તર ઝોનનું શાહીબાગ પણ પાછળ રહ્યું નથી, અહીં AQI 193 નોંધાયો છે, જે પ્રદૂષણનું ભારે પ્રમાણ દર્શાવે છે.
વિશ્વાસુત્રો અને હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે શહેરમાં વધતું પ્રદૂષણ ખાસ કરીને વિદ્યાર્થીઓ, વયસ્ક નાગરિકો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકો માટે ગંભીર જોખમરૂપ બની શકે છે. આવું પ્રદૂષિત હવામાન ફેફસાં ઉપર ભારે અસર કરે છે અને દમ, બ્રોન્કાઈટિસ તથા હૃદય સંબંધિત રોગોના દર્દીઓ માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે આવા સમયે અનાવશ્યક બહાર જવાનું ટાળવું જોઈએ અને જો બહાર જવું જરૂરી હોય તો સારો ગુણવત્તાનો માસ્ક પહેરવો અનિવાર્ય છે. ઉપરાંત, ઘરમાં એર પ્યૂરિફાયરનો ઉપયોગ કરવો, વધારે પાણી પીવું અને પ્રદૂષણના સ્તર વિશે નિયમિત માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. વધતું પ્રદૂષણ અમદાવાદ માટે ચેતવણીરૂપ સંદેશ છે અને પર્યાવરણની સુરક્ષા માટે સત્તાધીશો અને નાગરિકો બંનેએ સંયુક્ત રીતે ગંભીર પગલાં લેવાની જરૂર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel