અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલા આગના બનાવોની શ્રેણીમાં આજે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. ચાંગોદર–સરખેજ–બાવળા હાઈવે પર આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં અચાનક લાગેલી આગે ભારે હડકંપ મચાવી દીધો. સવારે અચાનક ફેક્ટરીમાંથી ધુમાડાના ઘોર કાળા ગોટેગોટા ઉડતા જોવા મળતા જ કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને દરેકે જીવ બચાવવા માટે બહાર ભાગદોડ કરી દીધી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી પણ જ્વાળા અને ધુમાડો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.
આગની જાણ થતાં જ ચાંગોદર ફાયર સ્ટેશન અને નજીકની યુનિટોને એલર્ટ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને પાણીના ભારે મારો ચાલું કરી આગને કાબૂમાં લેવા મોહોડું સંભાળ્યું. ફાયર જવાનો સતત મહેનત કરીને આગને ફેલાતી અટકાવવા માટે પ્રયત્નશીલ છે.
સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળે ભીડને દૂર રાખી કામગીરી સરળ બને તે માટે કટોકટીનું સંચાલન કર્યું. સદ્દનસીબે કોઈ જાનહાનિ અંગે માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની આશંકા છે.
પ્રાથમિક તબક્કે આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. શોર્ટ સર્કિટ અથવા મશીનરીમાં ખામી જેવી શક્યતાઓને આધારે પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા ધોરણો અને ફાયર સેફ્ટી પ્રોટોકોલના પાલન અંગે પ્રશ્નો ઉભા કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel