Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 32°C

સેવા, સંવેદના અને સદભાવનાના કાર્યો સાથે મંત્રી જીતુભાઈ વાઘાણીનો જન્મદિવસ ઉજવાયો

સેવા, સંવેદના અને સદભાવનાના કાર્યો સાથે મંત્રી જીતુભાઈ વાઘાણીનો જન્મદિવસ ઉજવાયો

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો જન્મદિવસ ભાવનગરમાં સેવા, સંવેદના, સદભાવના અને વિકાસલક્ષી કાર્યક્રમો સાથે ઉજવાયો હતો. જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકો, દિવ્યાંગો, વૃદ્ધજનો અને સમાજના વંચિત વર્ગોને કેન્દ્રમાં રાખીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે જ ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે ₹9.40 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છા અને સમારંભ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેને સમાજહિતના સકારાત્મક કાર્યનો અવસર બનાવવો એ જ સાચી ઉજવણી છે.

કોઈ બાળક આર્થિક મુશ્કેલીને કારણે શિક્ષણથી વંચિત ન રહે: જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા માટે સમાજના સેવાભાવી આગેવાનો, ઉદ્યોગકારો અને સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે કોઈ બાળક માત્ર આર્થિક મુશ્કેલીના કારણે અભ્યાસ છોડવા મજબૂર ન બને, તેની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે. બાળકોમાં રહેલી પ્રતિભાને ઓળખીને યોગ્ય શિક્ષણ, તાલીમ અને જરૂરી સહાય આપવામાં આવે તો તેઓ પોતાના પરિવાર અને સમાજ બંનેના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

તેમણે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અને અન્ય જરૂરી સહાય પહોંચાડવા માટે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપવાની અપીલ કરી હતી.

100 એકરમાં ‘વન કવચ’ બનાવવાનો સંકલ્પ

ભાવનગરને વધુ હરિયાળું બનાવવાના હેતુથી 100 એકર વિસ્તારમાં ‘વન કવચ’ ઊભું કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જીતુ વાઘાણીએ પર્યાવરણ સંરક્ષણને સામાજિક જવાબદારી સાથે જોડતાં જણાવ્યું કે વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ ન રહેવી જોઈએ, પરંતુ વાવેલા વૃક્ષોના સંવર્ધન અને જતનની જવાબદારી પણ સમાજે સ્વીકારવી જોઈએ.

નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં દર્દીઓની તપાસ

જન્મદિવસ નિમિત્તે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને સેવા સેતુ કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

ચામડીના રોગો, એલર્જી અને બાળરોગ સહિતની સમસ્યાઓ માટે નિઃશુલ્ક તબીબી તપાસ કરવામાં આવી હતી. સાથે આયુર્વેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

વાઘાણી પરિવાર તરફથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ નંબરના ચશ્માંનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

1,453 અનાથ અને દિવ્યાંગ બાળકોને કપડાંનું વિતરણ

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 69 શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-8 સુધી અભ્યાસ કરતા કુલ 1,453 અનાથ અને દિવ્યાંગ બાળકોને ફેન્સી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પહેલનો હેતુ જરૂરિયાતમંદ બાળકોને સહાય પહોંચાડવાની સાથે તેમનામાં સામાજિક સમાનતા અને આત્મવિશ્વાસનો ભાવ મજબૂત કરવાનો હતો.

1,417 દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે ભોજન સમારંભ

ભાવનગર શહેરની 8 સામાજિક સંસ્થાઓના સહયોગથી 1,417 દિવ્યાંગ બાળકો, વૃદ્ધજનો અને અન્ય લાભાર્થીઓ માટે ભોજન સમારંભ પણ યોજાયો હતો.

કાર્યક્રમમાં અલગ-અલગ સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકોએ જોડાઈને સેવા અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો.

‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત 850 વૃક્ષોનું વાવેતર

પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ચિત્રા સ્થિત મુખીની વાડી ખાતે 850 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક અને પર્યાવરણલક્ષી ક્ષેત્રે કામગીરી બદલ સદભાવના ટ્રસ્ટના વિજય ડોબરીયાનું મોમેન્ટો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં ₹9.40 કરોડના વિકાસકામોને વેગ

સેવાકીય કાર્યક્રમોની સાથે ભાવનગર શહેરના વિકાસ માટે પણ વિવિધ યોજનાઓને આગળ વધારવામાં આવી હતી.

ભાવનગર મહાનગરપાલિકાના કુલ ₹9.40 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ₹9 કરોડના ખર્ચે નવું સિવિક સેન્ટર બનાવવાના કામનું રિમોટ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.

આ ઉપરાંત ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ₹20 લાખના ખર્ચે શબવાહિની માટેની ચાવી ભાવનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી.

પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવા ટ્રેક્ટર વિથ ટેન્કર ખરીદવા માટે ₹20 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી.

જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડવાનો સંદેશ

જીતુ વાઘાણીએ જણાવ્યું કે વ્યક્તિગત પ્રસંગને સમાજસેવા સાથે જોડવામાં આવે તો તેની સાર્થકતા વધી જાય છે. જન્મદિવસ જેવા પ્રસંગોએ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, દિવ્યાંગ સેવા અને જરૂરિયાતમંદોની મદદ જેવા કાર્યો હાથ ધરવામાં આવે તો તેનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકે છે.

તેમણે સેવા અને સંવેદનાના આવા કાર્યોને આગામી સમયમાં પણ સમાજના સહયોગથી સતત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમોમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ડેપ્યુટી મેયર અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, શાસક પક્ષના નેતા લાલભા વાળા સહિત શહેરના વેપારીઓ, ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો, વિવિધ જ્ઞાતિના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીતુ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમોમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, દિવ્યાંગ કલ્યાણ અને શહેરી વિકાસને એકસાથે જોડવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.