ગુજરાત સરકારના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ ‘ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક’ પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક છે. ભાવનગર જિલ્લા દૂધ સંઘ અધ્યક્ષ મહેન્દ્ર પનોતનો આ વિધેયકને આવકાર રહ્યો છે.
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સર્વોત્તમ ડેરી) અધ્યક્ષ મહેન્દ્ર પનોત દ્વારા મોકલાયેલ યાદી મુજબ ગુજરાત સરકારના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ ‘ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક’ પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક છે.
મહેન્દ્ર પનોતનો આ વિધેયકને આવકાર રહ્યો છે અને તેઓએ જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ સાથે રાજ્યનાં કૃષિ સહકાર અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ વિધેયકને આવકારી ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે આર્થિક હિત તેમજ પશુધન સુરક્ષા માટે આ વિધેયક ઐતિહાસિક છે. આથી નકલી અને ભેળસેળયુક્ત પશુ આહાર વેચનાર તત્ત્વો મૂંગા પશુઓનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહેલ છે, જે સામે આ નિર્ણય અનિવાર્ય હતો. ખોટી જાહેરાતો સાથે આવા કૃત્ય અને ભેળસેળ કરનાર માટે દંડનીય જોગવાઈ તેમજ તે માટેનાં નિયંત્રણ તંત્ર માટે સરકારના નિર્ણયને હિતકારક ગણાવ્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel