Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરે છે

વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરે છે

વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રામાં રામકથા ‘માનસ ઋષિ પંચમી’ પ્રારંભ કરતાં મોરારિબાપુએ મંગલાચરણ વંદના સાથે જણાવ્યું કે, વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરે છે. તેઓએ ઋષિ પાંચમ, ગણેશ ચોથ અને સંવત્સરીની મંગળ કામના સાથે ક્થા ગાન પ્રારંભ કર્યો.

દેશ અને દુનિયામાં સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશ સાથે રામકથા ગાન કરતાં મોરારિબાપુએ ‘એક બાર ત્રેતા જુગ માહીં સંભુ ગયે કુંભજ રિષિ પાહીં…’ ચોપાઈ પંક્તિઓ કેન્દ્રમાં રાખી રામકથા ‘માનસ ઋષિ પંચમી’ પ્રારંભ કરતાં સનાતન શાસ્ત્ર મહિમા મુજબ વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરે છે, તેમ જણાવ્યું.

વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રામાં ક્થા પ્રસંગે મોરારિબાપુએ આજના દિવસે સંયોગ ઉલ્લેખ કરી ઋષિ પાંચમ, ગણેશ ચોથ અને સંવત્સરીની મંગળ કામના સાથે ક્થા ગાન પ્રારંભ કર્યો.

વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રામાં રામકથા ‘માનસ ઋષિ પંચમી’ પ્રારંભ કરતાં રામકથાના નભોમંડળમાં રહેલાં સાત ઋષિ વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક, ભરદ્વાજ, કુંભજ અને અત્રીનો ઉલ્લેખ કર્યો. ક્થા મંગલાચરણ વંદનાઓ કરવામાં આવી અને તેનો ટૂંક મહિમા વર્ણવાયો.

મોરારિબાપુએ ૨૩ વર્ષ બાદ આગ્રામાં ફરી રામકથા સંયોગની વાત જણાવી તે વખતે રામકથા ‘માનસ તેજ મહલ’ ઉલ્લેખ કરી મનોરથી કરુણા નિધાન સંસ્થા સાથે જોડાયેલ આગ્રા ગુજરાતી સમાજ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.