પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના થઈ રહેલ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાનિધ્યમાં ભૂદેવો સાથે ભાવિકો જોડાયેલાં રહ્યાં છે.
સનાતન સંસ્કૃતિ અને ઉપાસનામાં શિવજી અને શ્રાવણ માસનું મહાત્મ્ય વિશેષ છે. ગોહિલવાડના જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં વિવિધ યજ્ઞો યોજાયાં છે. વૃક્ષારોપણ તથા રોપા વિતરણ, સત્સંગ સંકીર્તન અને આશ્રમ પરિસરમાં સોમનાથ મહાદેવની પૂજન વિધિ ચાલી રહેલ છે. આમ, અહીંયા પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના થઈ રહેલ છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાનિધ્યમાં યોજાયેલ ગણેશ યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ભૈરવ યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞમાં વિશ્વ કલ્યાણ અર્થે આહુતિઓ અપાઈ રહી છે. ભૂદેવો અને ભાવિકો દ્વારા મહારુદ્ર અભિષેક લાભ લેવાઈ રહ્યો છે.
શ્રાવણ માસ પ્રસંગે લગભગ ૧૨૫ જેટલાં વૃક્ષ રોપાનું વાવેતર થાય તે રીતે અહીંયા યજ્ઞ અને પૂજન વંદનામાં જોડાતાં ભાવિકોને વિતરણ થઈ રહેલ છે.
શ્રાવણ માસમાં ચાલતાં આ આરાધના ઉપક્રમમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવો જોડાતાં રહ્યાં છે. સમગ્ર આયોજનમાં ભૂદેવો સાથે ગ્રામજનો, કાર્યકર્તાઓ અને ભાવિકો જોડાયેલાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel