‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાની ઉપસ્થિતિમાં પોષણ શપથ ગ્રહણ કરેલ છે.
સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસ અંતર્ગત જનજાગૃતિ કેળવવા તથા પોષણને લોકઆંદોલનનું સ્વરૂપ આપવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી થઈ છે. આ ઉજવણી પ્રસંગે ભાવનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાની ઉપસ્થિતિમાં તેઓ સહિત વિવિધ સમિતિના અધ્યક્ષો, સદસ્યો તથા સંબંધિત શાખાધિકારીઓએ પોષણ શપથ ગ્રહણ કરેલ છે અને પોષણ અંગે જનજાગૃતિ વધારવા તથા તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ પ્રસંગે પોષણ માસ દરમિયાન વિવિધ શાખાઓના સંકલનથી હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખે પોષણના સંદેશને જન-જન સુધી પહોંચાડવા તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સક્રિય સહભાગીદારી સાથે સંકલિત પ્રયાસો હાથ ધરી પોષણ અભિયાનને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા સૂચના આપી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel