રક્ષા મંત્રાલયે સૈન્ય કર્મચારીઓના વિકલાંગતા પેન્શનના દુરુપયોગને રોકવા માટે નવી નીતિ બનાવી છે. આ નીતિ 21 સપ્ટેમ્બર 2023 બાદ રિટાયર્ડ થઈ રહેલા સૈનિકો પર લાગુ થશે. આ તારીખ પહેલા રિટાયર્ડ થયેલા સૈનિકો પર આ નીતિની અસર નહીં થશે. પહેલા વિકલાંગતા પેન્શનની ન્યૂનતમ શરૂઆત મૂળ વેતનના 20% હતી પરંતુ હવે તે 5%થી શરૂ થશે. મેડિકલ આધાર પર પરીક્ષણ બાદ વિકલાંગતાના પ્રમાણમાં તેમાં વધારવાની જોગવાઈ છે જે 5 થી વધીને 10 અને મહત્તમ 40% સુધી જઈ શકે છે.
વિકલાંગતા પેન્શન માટે પહેલા દાવેદારી 5% સુધી હતી પરંતુ હાલમાં તેમાં ખૂબ જ વધારો થયો છે. હવે 40% લોકો તેનો દાવો કરે છે. આવી સ્થિતિમાં તેનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પેન્શનની નવી નીતિ લાવવામાં આવી છે.
અનેક પૂર્વ સૈનિકો અને તેમના સંગઠનો દ્વારા નવી વિકલાંગતા પેન્શન નીતિ અંગે ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. તો તેને તેમના આ ભ્રમને દૂર કરવા માટે ત્રણેય સેનાઓએ ગત 3 ઓક્ટોબરના રોજ પૂર્વ સૈનિક સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમની ચિંતા દૂર કરવામાં આવી. હવે તેમના મનમાં નવી પેન્શન નીતિને લઈને કોઈ શંકા નથી.
નવી પેન્શન નીતિમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે જે સૈનિક આંશિક રીતે વિકલાંગ છે અને સશસ્ત્ર દળોમાં સેવા આપી શકે છે તેને નિવૃત્તિ બાદ ઈમ્પેયર્ડ અલાઉન્સ (વિકલાંગતા ભથ્થું) મળશે.
આ નીતિ વિશે CDS જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે, નવો નિયમ લાવવાનું મોટું કારણ છે. જેનાથી ફોર્સને યોગ્ય રીતે ઓપરેશનલ રૂપે તૈયાર રાખી શકાય. તેમને મોટિવેટેડ રાખી શકાય. જૂના નિયમોના દુરુપયોગને રોકી શકાય. CDSએ જણાવ્યું કે, હકદારીઓ અને વેતનમાં કોઈ ફેરફાર નથી થયો. વિકલાંગ થવા છતાં પણ જો કોઈ સેનામાં રહેશે તો તેમને ઈમ્પ્રેડ રિલીફ મળશે. આ નીતિ 21 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે.
જો કેઈ જવાન ડ્યૂટિ દરમિયાન અપંગ થઈ જાય તો તેમને પહેલાથી સરખામણીમાં વધુ વિકલાંગતા પેન્શન મળશે. નવા ફેરફારથી ફેમિલી પેન્શન પર કોઈ અસર નહીં પડશે. આ સ્કીમ સેનાના જવાનો અને અધિકારીઓને વધુ ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરશે.
CDS જનરલે દાવો કર્યો કે, નવી પેન્શન નીતિથી કોઈ પૂર્વ સૈનિકને નુકશાન નહીં થશે અને ભવિષ્યમાં નિવૃત થનારા સૈનિકોના પેન્શન પર પણ કોઈ પ્રકારની અસર નહીં થશે. તેમના મતે માત્ર વિકલાંગતા પેન્શનને રેશનાલાઈઝ કરવામાં આવ્યુ છે.