દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણ આપવા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના અધિકૃત કેન્દ્ર “આસરા” ખેડાના નડિયાદ કેન્દ્ર ખાતે સાધન સહાય વિતરણ કેમ્પમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષતામાં યોજાયો હતો અને લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેન્દ્ર દ્વારા 40 ટકા થી વધુ દીવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને કૃત્રિમ હાથ પગ, બગલ ઘોડી, ટ્રાય સાયકલ, વ્હીલચેર, વોકર, વોકિંગ સ્ટીક, કાનનું મશીન, અંધ વ્યક્તિઓ માટે સ્માર્ટ કેન, ડેજી પ્લેયર, જેમના હાથ કામ કરતા હોય અને 80 ટકા દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ જરૂરી પુરાવા રજૂ કરી રજીસ્ટ્રેશન કરી તેઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. કેમ્પ ખાતે આસરા કેન્દ્રના સંચાલક ડો. ચંદ્રગોપાલ, KDCA પ્રમુખ મનીષભાઈ, કેન્દ્રના સ્ટાફના મિત્રો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.