નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચોમાસા પૂર્વે તમામ કાંસની સફાઈ કરવા માટે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સિંચાઈ વિભાગને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા માટે સૂચન કરાયું હતું.જેના પગલે પગલે સિંચાઈ ભાગ દ્વારા તમામ કાંસની સફાઈ કામગીરી આરંભી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો જોઈએ તો, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા તારીખ 20 મેના રોજ મહીં સિંચાઈ વિભાગને પત્ર વ્યવહાર કરીને નડિયાદ શહેરને જોડતા ઝારોલ કાંસ અને જીઆઇડીસીથી કમળા શેઢીનદીના કાંસને હિટાચી મશીનથી અથવા મોટા મશીનનોથી ઊંડાઈથી સફાઈ કરીને પાણીનું સત્વરે અને જલ્દીથી વહન થાય તે પ્રકારનું આયોજન કરીને કાંસની સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પગલે સિંચાઈ વિભાગ દ્વારા ભારે કે અતિભારે વરસાદમાં પણ નડિયાદ શહેરમાંથી જલ્દી પાણીનું વહન થઈ જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં કામગીરી ચાલુ છે.