રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે અને છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે. દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. જેમાં ખાસ કરીને આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા છે.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું ૧૨ દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ૨૪ કલાક બાદ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા પ્રવેશશે અને વરસાદની સાથે ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.