દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે.
સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભોગ બનનારનાં પરિવારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ કરવામાં આવેલ છે.