શ્રાવણ મહિનાની જલધારાની જેમ કથાકાર મોરારી બાપુ સત્ય પ્રેમ અને કરુણા રુપી રામ કથા હવે 12 જ્યોતિર્લિંગમાં પણ અર્પણ કરશે. અધિક માસ એટલે પુરુષોત્તમ માસમાં ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાં એક એક દિવસ રામ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.
રામ ભગવાન શંકર ભગવાનના પરમ ભક્ત હતા અને અધિક માસને અધિક શ્રાવણ માસ માનવામાં આવે છે. જેથી આ અધિક શ્રાવણ માસ નિમિત્તે કથાકાર મોરારી બાપુએ 12 જ્યોતિર્લિંગ અને અન્ય કેટલાક યાત્રાધામમાં રામકથાનું આયોજન કર્યુ છે.
આજથી એટલે કે 22 જુલાઇથી કેદારનાથથી આ રામકથાની પવિત્ર ધારા શરુ થવા જઇ રહી છે. જે પછી કાશી વિશ્વનાથ, બૈદ્યનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વરમ, નાગેશ્વર-મહારાષ્ટ્ર, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, ગ્રીષ્ણેશ્વર, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, દ્વારકાધીશ, નાગેશ્વર-ગુજરાત, સોમનાથમાં મોરારીબાપુની કથા યોજાવાની છે. આ રામકથાની યાત્રાનો અંત 7 ઓગસ્ટ 2023ના રોજ સોમનાથ ધામમાં પૂર્ણ થશે. આ સંપૂર્ણ યાત્રા મોરારી બાપુના ધામ તલ ગાજરડામાં 8 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.
|| 12 Jyotirling Ram Katha ||
Ram Katha at 3 Dhams, 12 Jyotirling, and Tirupati Balaji Temple, a historical voyage covering 12,000km across 8 states via train in 18 days.
© 2023 Shree Chitrakutdham Trust – All rights reserved#MorariBapu12Jyotirling pic.twitter.com/99KHf7mwHj
— Chitrakutdham Talgajarda | Morari Bapu (@MorariBapu_) July 18, 2023
જ્યોતિર્લિંગ સિવાય મોરારી બાપુ કેદારનાથ, જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી મંદિર, દ્વારકાધીશ મંદિરમાં પણ રામકથા યોજવાના છે. મોરારી બાપુની આ યાત્રા 20 દિવસની 12 હજાર કિલોમીટરની રેલ યાત્રા કરીને સમગ્ર દેશમાં ફરશે. મોરારી બાપુની આ રામાયણ પોથી રેલ ગાડીથી સમગ્ર દેશમાં ભ્રમણ કરશે. મોરારીબાપુની સાથે તેમની આ યાત્રામાં એક હજાર આઠ જેટલા યાત્રી જોડાવાના છે. આ યાત્રાને લઇને મોરારીબાપુએ જણાવ્યુ છે કે, ‘જયોતિર્લિંગની આ યાત્રાનું કોઇ યજમાન નથી, પરંતુ જ્યોતિર્લિંગનું મનોરથ જ મારા મહાકાલ છે.’
જાણો કઇ તારીખે ક્યાં યોજાશે રામકથા
- 22 જુલાઈ 2023 – કેદારનાથ, ઉત્તરાખંડ
- 24 જુલાઈ 2023 – કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ
- 25 જુલાઈ 2023 – બૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ
- 26 જુલાઈ 2023 – જગન્નાથ પુરી, ઓડિશા
- 27 જુલાઈ 2023 – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્ર પ્રદેશ
- 28 અને 29 જુલાઈ 2023 – રામેશ્વરમ જ્યોતિર્લિંગ, તમિલનાડુ
- 30 જુલાઈ 2023 – તિરુપતિ બાલાજી મંદિર, આંધ્ર પ્રદેશ
- 31 જુલાઈ 2023 – નાગેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 1 ઓગસ્ટ 2023 – ભીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 2 ઓગસ્ટ 2023 – ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 3 ઑગસ્ટ 2023 – ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 4 ઓગસ્ટ 2023 – ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્ય પ્રદેશ
- 5 ઓગસ્ટ 2023 – મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્ય પ્રદેશ
- 6 ઓગસ્ટ 2023 – દ્વારકાધીશ મંદિર, દ્વારકા
- 6 ઓગસ્ટ 2023 – નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત
- 7 ઓગસ્ટ 2023 – સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત
- 8 ઓગસ્ટ 2023 – તલગાજરડા (બાપુનું ગામ), ગુજરાત